January 1, 2025

નીતિશ રેડ્ડીના પિતાએ સુનીલ ગાવસ્કરના પગને કર્યો સ્પર્શ, વીડિયો થયો વાયરલ

Nitish Reddy father Mutyala Reddy: ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડીએ જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે સદી ફટકારી હતી. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નીતીશના પિતા સદી ફટકારી તેવા જ ભાવુક થઈ ગયા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતિશના પિતાએ સુનીલ ગાવસ્કરના પગને સ્પર્શ કર્યો હતો.

આ પણ વાંચો: Honda Activa-eનું 3 દિવસ પછી શરૂ થશે બુકિંગ, જાણો ફિચર

દિકરા માટે છોડી નોકરી
નીતિશ રેડ્ડીની કારકિર્દી બનાવવા માટે તેમના પિતા મુત્યાલા રેડ્ડીએ તેમની નોકરી છોડી દીધી હતી. નીતીશે જેવી સદી ફટકારી તેવો ભાવુક થઈ ગયા હતા. મેચ પુર્ણ થતાની સાથે તેઓ સુનીલ ગાવસ્કરને મળ્યા હતા. આ સમયે તેમણે ગાવસ્કરે કહ્યું કે તમારા કારણે ભારતને ક્રિકેટમાં રત્ન મળ્યું છે. રેડ્ડીની ભાવુક માતાએ ગાવસ્કરને કહ્યું કે તે હજુ પણ માની નથી શકતી કે તેનો પુત્ર આટલા મોટા મેદાન પર રમી રહ્યો છે. વાતચીત દરમિયાન નીતિશ રેડ્ડીના પિતાએ પણ ગાવસ્કરના પગને સ્પર્શ કર્યો હતો જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.