December 22, 2024

પેરિસ ઓલિમ્પિકમાં નિરજ ચોપરાએ 52 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી હતી?

Neeraj Chopra Watch Price: ભારતના ભાલા ફેંક સ્ટાર નિરજ ચોપરા જેણે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. નિરજ ચોપરાની જીવનશૈલી જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તેણે પોતાના કાંડા પર 52 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ઓલિમ્પિકમાં જેવલિન થ્રોની ફાઈનલ મેચ દરમિયાન પણ આ ઘડિયાળ પહેરી હતી.

શું ખરેખર ઘડિયાળની કિંમત 52 લાખ છે?
સોશિયલ મીડિયા પર આ ઘડિયાળની ચર્ચા થઈ રહી છે. પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન નિરજ ચોપરાએ 52 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી હતી. લોકો અંદાજ લગાવી રહ્યા છે નિરજ ચોપરાએ જે ઘડિયાળ પહેરી છે તે ઓમેગા કંપનીની છે. ઓમેગા કંપની વર્ષ 1848થી લક્ઝરી ઘડિયાળો બનાવી રહી છે. ઓમેગા કંપનીએ આ ભારતીય ઓલિમ્પિક સ્ટારને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો હતો. ઓમેગા કંપનીની સત્તાવાર વેબસાઇટ પર દરેક ઘડિયાળની કિંમત લાખોમાં છે.

આ પણ વાંચો: ગોલ્ડ મેડલ જીતનારા પાકિસ્તાની એથ્લેટને તેના સસરા ભેટમાં આપશે ‘ભેંસ’

ઘડિયાળમાં શું ખાસ છે?
નિરજ ચોપરાની આ ઘડિયાળ ટાઇટેનિયમ મેટલની બનેલી જોવા મળી રહી છે. તેના પર સ્ફટિકો છે, જે તેને સ્ક્રેચમુદ્દેથી રક્ષણ આપે છે. ઘડિયાળની અંદરનો ભાગ ગ્રે રંગનો જોવા મળી રહ્યો છે. ઘડિયાળનો પટ્ટો કાળો રંગનો ફોટોમાં જોવા મળી રહ્યો છે અને ઘડિયાળ ઉપરાંત, પટ્ટો વોટરપ્રૂફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે નિરજ ઈમેગાના બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે.