July 7, 2024

અધીરંજન ચૌધરી સહિત વધુ 33 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 46 સાંસદો સસ્પેન્ડ

adhir ranjan

તાજેતરમાં લોકસભામાં થયેલા સ્મોક કેન્ડલના હુમલાને લઇને વિપક્ષ દ્વારા આ મામલે ગૃહમંત્રી ગૃહમાં આપીને જવાબ આપે એવી માંગણી કરવામાં આવી હતી. જે બાદ વિપક્ષ દ્વારા આ મામલે હોબાળો કરતા અધિરંજન ચૌધરી સહિત 33 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

અધીરંજન સહિત અન્ય સાંસદોને સસ્પેન્ડ કરાયા

સમગ્ર સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધીર રંજન ચૌધરી ઉપરાંત અપૂર્વ પોદ્દાર, પ્રસુન બેનર્જી, મોહમ્મદ વસીર, જી સેલ્વમ, સીએન અન્નાદુરાઈ, ડૉ. ટી સુમાથી, કે નવસ્કાની, કે વીરસ્વામી, એનકે પ્રેમચંદ્રન, સૌગતા રોય, શતાબ્દી રોય, આસિત કુમાર મલ, કૌશલેન્દ્ર કુમાર, એન્ટોની, અન્નાદુરાઈ. એસએસ પલાનામનિકમ, તિરુવરુસ્કર (સુ. તિરુનાવુક્કરાસર), પ્રતિમા મંડલ, કાકોલી ઘોષ, કે મુરલીધરન, સુનીલ કુમાર મંડલ, એસ રામા લિંગમ, કે સુરેશ, અમર સિંહ, રાજમોહન ઉન્નિતન, ગૌરવ ગોગોઈ અને ટીઆર બાલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

હોબાળાના કારણે વિપક્ષના આ 30 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લોકસભાની સુરક્ષામાં ભંગને લઈને બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે.

અગાઉ 13 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા
આ પહેલા પણ લોકસભામાંથી વિપક્ષના 13 સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં કોંગ્રેસના ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોસે, વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવેદ અને મણિકોમ ટાગોરનો સમાવેશ થાય છે. ડીએમકેના કનિમોઝી, સીપીઆઈ(એમ)ના એસ વેકશન અને સીપીઆઈના કે. આ સુબ્બારાયન છે. જ્યારે ટીએમસી સભ્ય ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.