December 17, 2024

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત, અંકલેશ્વર-રાજપારડીમાં પોલીસ ફરિયાદ

નર્મદાઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી છે. ડેડિયાપાડાના નવાગામમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. ચૈતર વસાવા રાજપારડી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જતા હતા. તે સમયે જ પોલીસે તેમની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર GIDC બ્લાસ્ટની ઘટના બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બ્લાસ્ટની ઘટના બાદ કંપનીએ પોલીસ સ્ટેશન પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અંકલેશ્વર GIDC બ્લાસ્ટ ઘટનાનો સમગ્ર મામલો
અંકલેશ્વર GIDCમાં આવેલી ડિટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના બોઈલરમાં ગત 3 ડિસેમ્બરે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ચાર કામદારોનાં મોત નીપજ્યા હતા. આ મામલે એક અઠવાડિયા પછી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. જેમાં ડેડિયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસને તેમની ફરજમાં કથિત રીતે અવરોધ ઉભો કરવા અને ઘટનાના દિવસે જીવને જોખમમાં મૂકવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બદલ હાલ તેમની અટકાયત કરવામાં આવી છે.