September 19, 2024

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, SC-STમાં ક્વોટામાં પણ ક્વોટા પાડવા મંજૂરી

Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે SC-ST કેટેગરીમાં પેટા-વર્ગીકરણ (ક્વોટાની અંદર ક્વોટા) ની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના સાત જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે નિર્ણય કર્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-વર્ગીકરણ કરી શકાય છે.

સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, સાત જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે. CJIએ કહ્યું કે 6 અભિપ્રાયો સર્વસંમત છે, જ્યારે જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ અસંમતિ વ્યક્ત કરી છે.

CJI DY ચંદ્રચુડે પોતાના નિર્ણયમાં ઐતિહાસિક પુરાવા ટાંક્યા છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ એક સમાન વર્ગ નથી. પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 14 હેઠળ સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતું નથી. પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 341(2)નું ઉલ્લંઘન કરતું નથી. કલમ 15 અને 16માં એવું કંઈ નથી કે જે રાજ્યને કોઈપણ જાતિને પેટા-વર્ગીકરણ કરતા અટકાવે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  • કોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિઓ એક સમાન જૂથ નથી અને સરકાર 15% અનામતમાં દલિત લોકોને વધુ મહત્વ આપવા માટે તેમને પેટા-વર્ગીકરણ કરી શકે છે. અનુસૂચિત જાતિઓમાં વધુ ભેદભાવ જોવા મળે છે. SC એ ચિન્નૈયા કેસમાં 2004ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો હતો, જેણે અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણ સામે ચુકાદો આપ્યો હતો.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે SC વચ્ચે જાતિઓનું પેટા-વર્ગીકરણ તેમના ભેદભાવની ડિગ્રીના આધારે થવું જોઈએ. રાજ્યો દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેમનું પ્રતિનિધિત્વ પ્રયોગમૂલક ડેટાના સંગ્રહ દ્વારા કરી શકાય છે. તે સરકારોની ઈચ્છા પર આધારિત ન હોઈ શકે.
  • અનુસૂચિત જાતિ એ સજાતીય જૂથ નથી. સરકાર અસરગ્રસ્ત લોકોને 15% અનામતમાં વધુ મહત્વ આપવા માટે પેટા-વર્ગીકરણ કરી શકે છે.
  • અનુસૂચિત જાતિઓમાં વધુ ભેદભાવ
  • SC માં જાતિઓનું પેટા-વર્ગીકરણ તેમના ભેદભાવની ડિગ્રીના આધારે થવું જોઈએ
    રાજ્યો દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં તેમનું પ્રતિનિધિત્વ પ્રયોગમૂલક ડેટાના સંગ્રહ દ્વારા કરી શકાય છે. તે સરકારોની ઈચ્છા પર આધારિત ન હોઈ શકે.

આ પણ વાંચો: નવી સંસદ ભવનની છત પરથી ટપકે છે પાણી, 1200 કરોડ રૂપિયા ધોવાયાં!

ખરેખર પંજાબ સરકારે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોમાંથી 50 ટકા ‘વાલ્મિકી’ અને ‘મઝહબી શીખો’ને આપવાની જોગવાઈ કરી હતી. 2004ના સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

પંજાબ સરકાર અને અન્ય લોકોએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 2020 માં, SCની પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે વંચિતોને લાભ આપવા માટે આ જરૂરી છે. બે બેન્ચના અલગ-અલગ નિર્ણય બાદ આ કેસ 7 જજોની બેંચને મોકલવામાં આવ્યો હતો.