December 17, 2024

મગની દાળ કરી શકે છે આ નુકસાન, જાણી લો

Moong Dal Side Effects: કોઈ પણ કઠોળ હોય તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તમને ખબર છે કે કઠોળમાં ઘણા એવા પોષક તત્વો હોય છે કે ડે શરીર માટે ફાયદાકારક તો હોય જ છે. પરંતુ ક્યારેક નુકસાનકારક પણ બની જાઈ છે. મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક છે. લીલી મગની દાળ ખાવાની આડ અસરો પણ છે. જે કદાચ તમે નહીં જાણતા હોવ.

લીલા મગની દાળના શું ગેરફાયદા છે?

ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા
વધુ પડતી મગની દાળ ખાવાથી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે તમને , ઉલ્ટી અને ઝાડાની પણ સમસ્યા થઈ શકે છે. જો તમે તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી તો સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

કીડની સ્ટોન
કિડની સ્ટોન ની સમસ્યા થી પીડિત લોકોએ પોતાના આહારનું ચોક્કસ ધ્યાન રાખવાનું હોય છે. મગની દાળમાં ઓક્સાલેટ્સ હોય છે. જેના કારણે કિડની સ્ટોનની સમસ્યા બની શકે છે. જે લોકોને કિડનીની સમસ્યા થઈ શકે છે.

હાઈ યુરિક એસિડ
હાઈ યુરિક એસિડ ધરાવતા દર્દીઓએ મગની દાળનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. જે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારી દે છે.