December 19, 2024

PM મોદીએ કર્યા ક્રિકેટર મોહમ્મદ શમીના વખાણ, જાણો શું કહ્યુ…

Narendra Modi: આજના દિવસે પીએમએ મોદીએ અમરોહામાં રેલીની સાથે જાહેર સભાને સંબોધિત કરી હતી. ભાજપના ઉમેદવાર કંવર સિંહ તંવરના સમર્થનમાં ગજરૌલામાં જાહેર સભાને સંબોધિત કરવામાં આવી હતી. આ સમયે PM મોદીએ ક્રિકેટર મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા. આવો શું કહ્યું મોદીએ મોહમ્મદ શમી વિશે.

સભામાં કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમરોહા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર કંવર સિંહ તંવરના સમર્થનમાં રેલીની સાથે સભાને સંબોધિત કરી હતી. આ સમયે પ્રધાનમંત્રીએ મોહમ્મદ શમીના ભારે વખાણ કર્યા હતા. ભાઈ મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત કારનામું કર્યું તે આખી દુનિયાએ જોયું છે. રમતગમતમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેન્દ્ર સરકારે તેમને અર્જુન એવોર્ડ આપ્યો છે. યોગીના વખાણ કરતા કહ્યું કે યોગીની સરકાર અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહી છે.

રામ-રામથી શરૂઆત
આપણા દેશની સાથે યુપી ખુબ આગળ વધી રહ્યું છે. અગાઉની જે સરકારો બની છે તેણે લોકોની સાથે છેતરપિંડી કરી છે. ભાજપ દેશને મોટા વિઝન અને ધ્યેય સાથે આગળ લઈ જઈ રહ્યો છે. દેશમાં યુપીને પછાત રાજ્યમાં ગણવામાં આવે છે. પરંતુ હાલ યુપી વિકાસના પંથ પર છે. ગઠબંધનના કારણે અમરોહા અને પશ્ચિમ યુપી જેવા વિસ્તારોમાં નુકશાન થઈ રહ્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત રામ-રામથી કરી હતી.

દેશમાં પણ ડંકો વગાડે
પીએમ મોદીએ કહ્યું કે અમરોહામાં માત્ર એક જ સ્ટેમ્પ છે – કમળની છાપ! અને અમરોહામાં એક જ અવાજ છે – ફરી એકવાર મોદી સરકાર. અમરોહા માત્ર ઢોલ જ નહીં દેશમાં પણ ડંકો વગાડે છે. ભાઈ મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત કારનામું કર્યું તે આખી દુનિયાએ જોયું. રમતગમતમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેન્દ્ર સરકારે તેમને અર્જુન એવોર્ડ આપ્યો છે અને સીએમ યોગીની સરકાર અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહી છે.