મહેસાણામાં વગર વરસાદે ભુવો પડ્યો, તંત્ર ઘોર નિદ્રામાં
Mehsana News: વિકાસની વાતો ગુજરાતમાં તમામ જગ્યા પર કરવામાં આવે છે. પરંતુ ઘણા વખત એવા કિસ્સા સામે આવે છે કે જેને લઈને વિકાસની વાતો ખાલી હવામાં થતી હોય તેવું લાગે છે. આવો જ એક બનાવ મહેસાણામાં સામે આવ્યો છે. મહેસાણામાં વગર વરસાદે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ, યાર્ડની બહાર લાંબી લાઈનો લાગી
વરસાદ વગર ભુવો પડ્યો
મહેસાણામાં વગર વરસાદે ભુવો પડ્યો છે. એપીએમસી ગેટ નજીક મુખ્ય માર્ગ ઉપર ભુવો પડ્યો છે. રોડ વચ્ચે જ મસમોટો ખાડો પડ્યો છે. સ્થાનિક લોકો હેરાન થતાની સાથે નગરપાલિકાને જાણ કરી છે. વગર વરસાદે રોડ બેસી જતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વરસાદની સિઝનમાં આ રસ્તાની હાલત શું થાય તે વિચારવા જેવું છે. કારણ કે વરસાદ વગર રોડમાં ભુવો પડી જતો હોય તો વરસાદ સમયે કેવી હાલત થાય.