September 17, 2024

નાંદોદના માંડણ ગામે જોવા મળે છે રમણીય ધોધનો નજારો

પ્રવીણ પટવારી, નર્મદા: નાંદોદ તલુકાના માંડણ ગામે એક ડુંગર પરથી વહેતા વરસાદી પાણીથી એક સુંદર અને રમણીય ધોધનું નિર્માણ થાય છે. આ ધોધ ચોમાસામાં વરસાદ પડે ત્યારે જ છલકાય છે. ત્યારે, આ છલકાતો ધોધનો નજારો જોવા પ્રવાસીઓ ગાડી રોકી સેલ્ફી, ફોટા પાડી મોઝ કરતાં જોવા મળતા હોય છે. હાલમાં વરસાદના વિરામથી ધોધ નો પ્રવાહ સામાન્ય બન્યો છે. પરંતુ, આવા ધોધનો નજારો પણ ખુબ આહલાદક લાગતા પ્રવાસીઓ એક વાર ચોક્કસ રોકાય છે.

નર્મદા જિલ્લામાં ગત રોજ ચાર થી પાંચ ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી. ત્યારે નદીનાળા છલકાયા હતા અને ગામોમાં પાણી પણ ભરાયા આ નુકસાની સાથે કેટલાક એવા ધોધ કે જે ચોમાસામાં જ નિર્માણ પામતા હોય એવા માંડણ ગામે ભારે વરસાદ પડતા સુંદર ધોધ નિર્માણ પામે છે

મુખ્ય રોડ પર હોય પ્રવાસીઓ જે ધોધને જોતા જ અટકી જાય છે અને ફોટા સેલ્ફી પાડે છે અને પ્રવાસીઓ ની સંખ્યામાં વધારો થતા સ્થાનિક લોકો મકાઈ શેકી બાફી વેચવાનું શરૂ કરી દે છે એટલે પ્રવાસીઓને મોઝ પડે છે. આ મંડળ ધોધ વરસાદ પડતા ફરી ખીલી ઉઠ્યો છે અને પ્રવાસીઓ ને જોવાની મઝા આવે છે.