December 26, 2024

આ રીતે ઘરે જ બનાવો કેમિકલ ફ્રી ફેસ પેક, ત્વચાને મળશે ચમક

Glowing Skin: શિયાળામાં ત્વચા ફાટી જવી કે પછી ચહેરા પર ગ્લો જતો રહેવો તેવી સમસ્યા થતી હોય છે. ત્યારે અમે તમારા માટે એક ફેસ પેક લઈને આવ્યા છીએ. જે તમારી ત્વચા માટે ફાયદાકારક રહેશે.

ફેસ પેક કેવી રીતે બનાવશો?
તમારી ત્વચા માટે સૌથી ફાયદાકારક કંઈ હોય તો તે છે ચણાનો લોટ. આજે અમે તમને ચણાના લોટથી બનતા ફેસ પેક વિશે માહિતી આપવાના છીએ. જેના માટે તમારે ચણાનો લોટ લેવાનો રહેશે. હવે તેમાં તમારે ત્રણ કેળા નાખીને મેશ કરી લેવાના રહેશે. હવે તમારે તેમાં દૂધ ઉમેરવાનું રહેશે. આ મિક્સ કર્યા પછી તમારે તેમાં ગુલાબજળ ઉમેરવાનું રહેશે. આ તમામને મિક્સ કરીને હવે તમારે એક પેસ્ટ બનાવી દેવાની રહેશે. આ પેસ્ટને તમારે અઠવાડિયામાં 3 વખત ઉપયોગ કરવાનો રહેશે. આ પેસ્ટને તમારે ગરદન અથવા ચહેરા પર તમારે લગાવવાનું રહેશે. આ પેસ્ટને લગાવ્યા પછી તેને 15 મિનિટ રાખવાનું રહેશે.

આ પણ વાંચો: માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ

શું થશે લાભ
ચણાના લોટનો ઉપયોગ જો તમે રોજ કરો છો તો તમારી ત્વચામાં ચમક જોવા મળી શકે છે. આ પેકની ખાસ વાત એ છે કે તે કેમિકલ ફ્રી ફેસ પેક છે. જેના કારણે તમને કોઈ નુકસાન તો છે જ નહીં. જોકે તમે કોઈ પણ ઉપાય કરો છો તો તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.