July 7, 2024

2014માં મોદી જે સીટ પરથી PM બન્યા, ત્યાં કેમ ટિકિટ વાપસી થઈ?

સાંસદ રંજન ભટ્ટ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી - ફાઇલ તસવીર

અમદાવાદઃ વડોદરાને ગુજરાતનું સૌથી શાંત શહેર માનવામાં આવે છે. આ શહેરને શૈક્ષણિક નગરી, કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં આ સીટ ભાજપ વિરુદ્ધ બીજેપીની રાજનીતિના કારણે ચર્ચામાં છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી ચૂંટણી લડી હતી અને પ્રચાર કર્યા વિના જ મોટી જીત મેળવી હતી. વડાપ્રધાન પદના શપથ લેતા પહેલાં તેમણે વડોદરામાં તેમની છેલ્લી જાહેર સભા પણ યોજી હતી. ત્યારે તેમણે અહીંની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ‘મેં વચન આપ્યું હતું કે હું આ શહેરને વિકાસમાં આગળ લઈ જઈશ. હું તમારા પ્રેમને વધારીને પાછો આપીશ.’

આ પછી વડાપ્રધાને વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક પર ઝંપલાવ્યું હતું. જ્યારે રંજનબેન ભટ્ટને અહીંથી ચૂંટણી લડવાની તક મળી હતી. તેમને પીએમના અનુગામી તરીકે પણ જોવામાં આવતા હતા, પરંતુ જ્યારે પાર્ટીએ તેમને 2024ની ચૂંટણી માટે ત્રીજી વખત ઉમેદવાર જાહેર કર્યા ત્યારે વિવાદ ઊભો થયો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને શહેરના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લેઆમ બળવો પોકાર્યો હતો. ત્યારપછી ભાજપે જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતની 11 દુર્ગમ-અંતરિયાળ જગ્યાએ બનાવવામાં આવે છે સ્પેશિયલ બુથ

વિકાસ-ભ્રષ્ટાચારમાં ટિકિટ ગઈ!
જ્યોતિ પંડ્યાએ વડોદરા વિકાસમાં પાછળ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે તેના સમર્થનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારપછી વડોદરામાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સૌથી શાંતિપૂર્ણ શહેરમાં આંતરિક રાજકારણ એટલું વધી ગયું કે, 23 માર્ચે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.

નરેન્દ્ર મોદી સાંસદ રંજન ભટ્ટ સાથે

સૂત્રોનું માનીએ તો તેમણે પાર્ટીના આદેશ બાદ ઉમેદવારી પાછી ખેંચી છે. પક્ષને આશંકા છે કે, જો રંજનબેન ચૂંટણી લડશે તો આગામી દિવસોમાં વિપક્ષ ભ્રષ્ટાચારના આરોપો અંગે અવાજ ઉઠાવશે. વડોદરામાં વિરોધ ભાજપનો નહીં પણ ઉમેદવારના ચહેરાને લઈને હતો. આ જ કારણ છે કે રંજનબેન ભટ્ટના ચૂંટણી નહીં લડવાના નિર્ણયની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. જેમાં મોટાભાગના યુઝર્સ વડોદરાના વિકાસમાં પાછળ હોવા અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ફાગણી પૂનમને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ભાજપ સ્વચ્છ ચહેરા પર દાવ લગાવશે
ગુજરાતમાં ભાજપની સુરક્ષિત બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા ગજગ્રાહ બાદ પાર્ટી હવે મોટી સર્જરીની તૈયારી કરી રહી છે. વડોદરાના વિકાસ માટે વિઝન ધરાવતા અને સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરો અને અધિકારીઓ પર જ હોડ લગાવશે. તેમાં પાર્ટી પ્રત્યેની તેમની વફાદારીને પણ ત્રીજા માપદંડ તરીકે તપાસવામાં આવશે. વડોદરા ભાજપમાં જૂથવાદનો અંત લાવવા માટે પાર્ટી નવા અને યુવા ચહેરાને પણ તક આપી શકે છે. તે સંકલન સ્થાપિત કરી શકે અને વડોદરાને વિકાસમાં આગળ લઈ જઈ શકે. એવી પણ ચર્ચા છે કે, જે નામ અત્યાર સુધી રેસમાં હતું. આ સિવાય પાર્ટી કોઈ મોટું સરપ્રાઈઝ આપી શકે છે. હવે વડોદરા બેઠક અંગેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને લેવાય તેવી શક્યતા છે.

સાંસદ રંજન ભટ્ટ – ફાઇલ તસવીર

પૂર્વ સાંસદ બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાનું નામ પણ રેસમાં વિચારાઈ રહ્યું છે, પરંતુ તેઓ હાલમાં રાવપુરાથી ધારાસભ્ય છે. આ ઉપરાંત તેમની પાસે ગુજરાત વિધાનસભામાં ભાજપના ચીફ વ્હીપ (દંડક)ની જવાબદારી છે. તેમના નામ પાછળ એવું કારણ છે કે, તેમણે પીએમ મોદી માટે તેમની સીટ ખાલી કરી હતી. પાર્ટી તેમની સામે ફરી ચૂંટણી લડી શકે છે, તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પાર્ટી નવા, યુવા અને મહેનતુ ચહેરા પર દાવ લગાવી શકે છે.

સાંસદ રંજન ભટ્ટ – ફાઇલ તસવીર

રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ‘મારું નામ જાહેર થયા પછી મારા પર ઘણાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઈને મારું મન વ્યથિત હતું. આરોપ લગાવવામાં આવ્યો કે મારા દીકરાનો ઓસ્ટ્રેલિયામાં મોલ છે. પરંતુ દીકરાનું ઘર સુધ્ધાં ત્યાં નથી. આ ગંભીર આક્ષેપ પછી વ્યથિત થઈને મેં અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.’ તો બીજી તરફ, પૂર્વ મેયર અને રંજનબેન સામે બળવો પોકારનારા જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું કે, ‘વડોદરાના નાગરિકોની ભાવનાઓ અને માગને ન્યાય મળ્યો. પીએમ મોદીના નેતૃત્વ પર કોઈ શંકા નથી.’

આ પણ વાંચોઃ ટેક્સટાઇલના વેપારીએ તૈયાર કર્યો ખાસ ખેસ, અલગ-અલગ સ્લોગન સાથે BJP પ્રચાર

જાહેરાત ક્યારે કરે તેવી શક્યતા છે?
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. આ માટે નોમિનેશનની પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી નોમિનેશન ફાઇલ કરી શકાશે. કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે પાર્ટી થોડો સમય લઈને ઉમેદવારની જાહેરાત કરે તેવી શક્યતા છે. જો પક્ષ સ્વચ્છ ચહેરા સાથે પોતાની રમત રમે તો અગાઉની જાહેરાત શક્ય છે. ગુજરાતમાં ભાજપ દ્વારા અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણાની જાહેરાત કરવાની બાકી છે. સંભવ છે કે, પાર્ટી આ બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠામાં નવા ઉમેદવારોની જાહેરાત કરશે.