July 7, 2024

Lok Sabha Election Dates: શું દેશમાં 16 એપ્રિલે લોકસભા ચૂંટણી યોજાશે?

નવી દિલ્હી: ભારતમાં ચૂંટણીનો માહોલ ફરી જોર પકડી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024 એપ્રિલમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. જો કે, હજુ સુધી ભારતના ચૂંટણી પંચ(ECI) દ્વારા અંતિમ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફેબ્રુઆરીમાં જ આચારસંહિતા લાગુ થઈ જશે. જોકે ECIએ આ વાતને નકારી કાઢી છે.

કઈ તારીખોનો દાવો કરવામાં આવ્યો છે?
ECIએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે વોટ્સએપ પર લોકસભા ચૂંટણી કાર્યક્રમ સાથે જોડાયેલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘લોકસભાની ચૂંટણી 16 એપ્રિલ 2024થી શરૂ થશે, 16 માર્ચ સુધી ટિકિટ વિતરણ થશે અને 16 ફેબ્રુઆરીથી આચારસંહિતા લાગુ થશે.’ આ અફવાને કારણે ECIએ કહ્યું હતું કે આ મેસેજ નકલી છે અને પંચ દ્વારા હજુ સુધી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ પર જોર વધારી દીધું છે. ભાજપે દાવો કર્યો છે કે લોકસભામાં NDA એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 400 થી વધુ સીટો જીતશે. બીજી બાજુ ભાજપને હરાવવા વિપક્ષોનું ગઠબંધન ‘INDIA’ પણ તૈયાર થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે, ‘અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ દૂર નથી. વધુમાં વધુ 125 દિવસ બાકી છે. હું સામાન્ય રીતે આંકડામાં નથી પડતો. પરંતુ હું દેશનો મિજાજ જોઈ રહ્યો છું. જે NDAને 400 સીટો પાર કરવામાં મદદ કરશે. દેશ ચોક્કસપણે ભાજપને 370 બેઠકો આપશે.

આ પણ વાંચો : લોકસભામાં PM Modi એ કહ્યું- ‘આ વખતે BJP 400 પાર’

વિપક્ષનો ટોણો
પીએમ મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા બિનોય વિશ્વમે કહ્યું કે, ‘વડાપ્રધાનનું આ અતિશયોક્તિપૂર્ણ નિવેદનથી જ ખબર પડે છે કે તેમને જીતનો વિશ્વાસ નથી, તેઓ ચૂંટણીથી ડરે છે.’