આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ ભાજપના ઉમેદવાર
Who Is Ujjwal Nikam: ભાજપે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજેપીએ દેશના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર મધ્યથી ટિકિટ આપી છે. નોંધનીય છે કે, પૂનમ મહાજન આ બેઠક પરથી બે વખત સાંસદ છે. જો કે, ભાજપે તેમની જગ્યાએ ઉજ્જવલ નિકમને ઉમેદવાર જાહેર કર્યા.
દેશના જાણીતા વકીલોમાંના એક ઉજ્જવલ નિકમ કોણ છે? જેમના પર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો
ઉજ્જવલ નિકમનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા ન્યાયાધીશ અને બેરિસ્ટર હતા. તેમણે જલગાંવની એસએસ મણિયાર લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. નિકમે તેમની લાંબી કારકિર્દી દરમિયાન ઘણા મોટા કેસ પણ લડ્યા હતા.
BIG BREAKING !
What a masterstroke 🔥🔥
The man who got terrorists Kasab & Yakub Memon H@NGED, is to be BJP candidate👍👍
Famous Lawyer Ujjwal Nikam who’s successfully fought high profile cases like 26/11 Mumbai terror attacks & 1993 Mumbai serial bomb blasts case to be BJP… pic.twitter.com/Y9h9pBSGJQ
— PallaviCT (Modi Ka Parivar) (@pallavict) April 27, 2024
નિકમે આ મોટા કેસ લડ્યા
ઉજ્જવલ નિકમે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ, મરીન ડ્રાઈવ રેપ કેસ, 26/11ના હુમલા જેવા ઘણા હાઈપ્રોફાઈલ કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત, ઉજ્જવલ નિકમે 2010માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત આતંકવાદ પરની વૈશ્વિક પરિષદમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- 1991- કલ્યાણ રેલવે બ્લાસ્ટ
- 1993- મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ
- 1994 – પુણે રાઠી હત્યાકાંડ
- 2003- ગેટવે ઓફ ઈન્ડિયા અને જવેરી બોમ્બ બ્લાસ્ટ કેસ
- 2003- ગુલશન કુમાર હત્યા કેસ
- 2004- લંડનથી નદીમના પ્રત્યાર્પણનો કેસ
- 2006- ગેંગસ્ટર અબુ સાલેમ કેસ
- 2006- પ્રમોદ મહાજન હત્યા કેસ
- 2008- 26/11- મુંબઈ આતંકવાદી હુમલો
- 2010- શક્તિ મિલ ગેંગરેપ
- 2016- ડેવિડ હેડલી કેસ
પદ્મશ્રીથી સન્માનિત
હકિકતે, ઉજ્જવલ નિકમ એક ભારતીય વિશેષ સરકારી વકીલ છે, જેમણે હત્યા અને આતંકવાદના કેસમાં કામ કર્યું છે. ઉજ્જવલ નિકમે 26/11ના મુંબઈ હુમલાની ટ્રાયલ દરમિયાન આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવા માટે સરકારના કેસનું નેતૃત્વ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિકમે 628 દોષિતોને આજીવન કેદ અને 37ને ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2016માં ઉજ્જવલ નિકમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોની સામે ચૂંટણી લડીશે?
ઉજ્જવલ નિકમ હવે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ચૂંટણી લડશે. કોંગ્રેસે આ બેઠક પરથી વર્ષા ગાયકવાડને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે પૂનમ મહાજન આ સીટ પરથી વર્તમાન સાંસદ છે. તેમણે વર્ષ 2014 અને 2019માં કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા.