January 19, 2025

આંધ્રપ્રદેશ: ફિલ્મ રિલીઝ પહેલાં સિનેમા હોલમાં ઘેટાંની ચડાવી બલી, હીરોના પોસ્ટરને લોહીથી તિલક કરાયું, 5ની ધરપકડ

Tirupati: આંધ્રપ્રદેશ પોલીસે ફિલ્મ શો પહેલા સિનેમા હોલમાં ઘેટાંની બલી આપવા બદલ 5 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના 12 જાન્યુઆરીએ ફિલ્મ ‘ડાકુ મહારાજ’ના શો પહેલા બની હોવાનું કહેવાય છે. શનિવારે એક અધિકારીએ ધરપકડ અંગે માહિતી આપતા કહ્યું કે, શો પહેલા એક સિનેમા હોલમાં ઘેટાંની બલી આપવામાં આવી હતી, જેને લઇને 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

PETA એ મેઇલ પર ફરિયાદ કરી
અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ ‘પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ’ (PETA) દ્વારા ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસે શંકરૈયા, રમેશ, સુરેશ રેડ્ડી, પ્રસાદ અને મુકેશ બાબુની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓને ઘેટાંની બલી આપવા અને તેનું લોહી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા એન. બાલકૃષ્ણના પોસ્ટર તિલક લગાવવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, લોકપ્રિય ટોલીવુડ અભિનેતા અને હિન્દુપુરના ધારાસભ્ય એન. બાલકૃષ્ણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના સંબંધી છે.

12 જાન્યુઆરીના રોજ બલિદાન આપવામાં આવ્યું હતું
તિરુપતિ પૂર્વના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી વેંકટ નારાયણે જણાવ્યું હતું કે, “PETA તરફથી એક ઇમેઇલ આવ્યો હતો.” તેમણે ઇમેઇલ દ્વારા એસપીને ફરિયાદ કરી હતી. તે જ દિવસે (16-જાન્યુઆરી) અમે તપાસ કરી અને તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. નારાયણે જણાવ્યું હતું કે પોલીસ પશુ બલીમાં સામેલ હોવાની શંકાસ્પદ અન્ય લોકોની પણ શોધ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 12 જાન્યુઆરીના રોજ સવારે 3 વાગ્યે ઘેટાંની બલી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા.