January 3, 2025

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

અમદાવાદ: આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આજની 1 મે, 2024 ની ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1 મે 1960ના દિવસે ગુજરાતની સ્થાપના થઈ હતી. આ ખાસ દિવસે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુંએ ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી.

ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. મહારાષ્ટ્રની રચના પણ એ જ દિવસે થઈ હતી. ગુજરાતી અને મરાઠી ભાષી લોકોની માંગને કારણે આ બે રાજ્યો બોમ્બે સ્ટેટમાંથી 1960માં બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ દ્વારા અલગ કરવામાં આવ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં દર વર્ષે રાજ્ય સ્થાપના સમારોહનું આયોજન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. ભાષાકીય રેખાઓ પર આ બે રાજ્યોના વિભાજન બાદ ગુજરાત હવે ગુજરાતી બોલતા વસ્તીનું ઘર છે. જ્યારે મહારાષ્ટ્ર મરાઠી ભાષી વસ્તીનું ઘર છે.

ગુજરાત સ્થાપના દિવસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા ટ્વિટ કરતા લખ્યું છે કે, ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!

ગુજરાત દિવસનું મહત્વ
ગુજરાત દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુજરાતના સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ અને પ્રગતિની ઉજવણી કરે છે. આ દિવસ ભારતના સામાજિક-આર્થિક ઘડતરમાં ગુજરાતના લોકોના યોગદાનને પણ સન્માનિત કરે છે. ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને ઉદ્યોગ, વેપાર અને શિક્ષણથી સમૃદ્ધ છે. તે ગુજરાતનો વૈવિધ્યસભર ભાગ છે જે તેની એકતા- વિવિધતા અને શક્તિની ઉજવણી કરે છે. ગુજરાત દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ધ્વજવંદન સમારોહ, પરેડ અને મેળાવડાનું આયોજન કરવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રના ભાગરૂપે ગુજરાતની એકતા, વિવિધતા અને શક્તિને યાદ કરાવવાનો દિવસ છે.