June 16, 2024

હથિયારની અણીએ દુલ્હનનું અપહરણ, દાહોદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા

નીલુ ડોડીયાર, દાહોદ: રાજ્યમાં અવાર નવાર ચોરી, લૂટફાટ તેમજ અપહણની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે દાહોદમાં દુલ્હનના અપહરણના કેસમાં દાહોદ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. નોંધનીય છે કે ગત તારીખ 19/05/2024 ના ભાઠીવાડા ગામનો યુવક રોહિત પોતાના પરિવાર અને મિત્રો સાથે પોતાની લગ્ન જાન લઈને મધ્યપ્રદેશ રાજ્યના સાલાપાડા ગામે લગ્ન કરવા પહોંચ્યો હતો. જેમાં ધામધૂમ પૂર્વક લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને પરિવાર મિત્રો સાથે રાત્રે દાહોદ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે 20 જેટલા યુવકોએ હથિયારની અણીએ દુલ્હનનુ અપહરણ કર્યું હતું

મળતી માહિતી અનુસાર લગ્ન કરી પરત ફરતા સમયે 20 જેટલા યુવકોએ દાહોદ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં હથિયારની અણીએ દુલ્હનનું અપહરણ કર્યું હતું.જોકે આ મામલે વરરાજા રોહિત દ્વારા કતવારા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુલ 4 ટીમો બનાવી તપાસના ધમધમાટ શરૂ કર્યા. વરરાજા દ્વારા કેટલાક ઈસમો વિરૃધ્ધ નામ જોગ ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસ દ્વારા આરોપીના રહેણાંક વિસ્તારમાં અને જ્યાં રોજના અવરજવર થતા હોય તેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. અંતે ઊંડાણ પૂર્વક તપાસ કરતા અને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે પોલીસને ખાનગી બાતમી મળી કે આરોપી તેમજ ભોગ બનનાર દુલ્હન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો: પુત્રવધુએ ભોજનમાં આપ્યું ઝેર, દિયરનું મોત તો સસરાની હાલત ગંભીર

પોલીસ દ્વારા તાત્કાલિક મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જઈ મુખ્ય આરોપી મહેશ તોફાન ભૂરિયા તેમજ તેના અન્ય 3 સાગરિતો એમ કુલ 4 આરોપીને ઝડપી પાડયા. ત્યાર બાદ પોલીસ દ્વારા પોલીસ દ્વારા પૂછપરછ કરતાં કેટલાક મોટા ખુલાસા થયા. જેમાં અપહરણ કરનાર મુખ્ય આરોપી અને દુલ્હન વચ્ચે પૂર્વમાં પ્રેમ સંબંધ હતો. પરંતુ મુખ્ય આરોપો મહેશ પહેલેથી પરણિત હોવાના કારણે દુલ્હન અને આરોપી વચ્ચેનો પ્રેમસંબંધ પૂર્ણ થયો હતો અને ત્યાર બાદ ભાઠીવાડા ગામના રોહિત સાથે યુવતીના લગ્ન થયા હતા. જોકે અપહરણ કરનાર મુખ્ય આરોપી દ્વારા આવેશમાં આવી પોતાના સાથીદારો સાથે દુલ્હનનુ અપહરણ કર્યું હતું. પોલીસ દ્વારા તમામ પૂછપરછ પૂર્ણ કરી અપહરણનો ભોગ બનેલ દુલ્હનને પરિવારજનોને સુપરત કરાઈ. પોલીસ દ્વારા એક દેશી હાથ બનાવટનો તમંચો પણ જપ્ત કરાયો છે.