January 19, 2025

દમદાર દોરીવાલા: 950 કિલો દોરી ભેગી કરીને બન્યા જીવનરક્ષક

Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારના કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા સાડી 950 કિલો દોરાની ઘુચ ભેગી કરવામાં આવી છે. આ દોરાથી માણસોથી લઈને પશુ પક્ષીઓ ને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આ પહેલ કરવામાં આવી છે. કમલેશભાઈ દ્વારા ચાર વર્ષ અગાઉ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલમાં તેમની સાથે તેમની દીકરી અને દીકરો પણ દર વર્ષે જોડાય છે. શરૂઆતના દિવસોમાં તેમની સાથે ફક્ત 15 થી 17 લોકો જોડાયા હતા. ત્યારે હાલમાં તેમની પાસે 40 થી 45 જેટલા કાર્યકર્તાઓ જોડાઈને આ કામમાં પોતાનો ભાગ ભજવે છે.

વહેલી તકે ઉતારી દે છે
પ્રથમ વર્ષે કમલેશભાઈની સામે રહેતા નાની ઉંમરના બેન ની દોરીથી મૃત્યુ થતાં તેમના મનમાં વિચાર ઊભો થયો હતો. કમલેશભાઈ દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી ત્યારે તે પોતે અમદાવાદ શહેરના મહામંત્રી હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ પશુ પક્ષીઓને દોરી ના વાગે તે માટે તે માત્ર રોડ પર જ નહીં પરંતુ ઝાડ પર રહી ગયેલ દોરી પણ પોતાની ટીમ સાથે વહેલી તકે ઉતારી દે છે.

શાળાના બાળકો પણ જોડાયા
શરૂઆતમાં પહેલા વર્ષે 15-17 માણસો થઈને 150 કિલો જેટલી દોરીનું ઘુંચ તેમણે ભેગુ કર્યું હતું. ત્યારબાદ બીજા વર્ષે 250 કિલો જેટલી દોરીનું ઘૂંચ એકથી કરવામાં આવી હતી. ત્યારે ગયા વર્ષે 320 કિલો જેટલી દોરી ભેગી કરવામાં આવી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ ઉતરાયણ ના આગલા દિવસે આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમની સાથે તેમના 45 કાર્યકર્તા હોય છ ટીમ બનાવીને 950 કિલો ઘુંચ ભેગી કરી હતી. આ વર્ષે વધારે પ્રમાણમાં દોરી મળવાનું મુખ્ય કારણ તે પણ જોવા મળ્યું તેમની ટીમ સાથે શાળાના બાળકો પણ જોડાયા હતા.

આ પણ વાંચો: સેવાકીય કામગીરી કરનારી દેશની 15 જેટલી સ્કાઉટ સંસ્થાના સભ્યોનું હર્ષ સંઘવીના વરદ હસ્તે સન્માન કરાયું

ટીમ સાથે ઘૂંચ ભેગી કરવામાં આવે
આ સાથે તેમના દ્વારા નાના બાળકોને દોરીના બદલામાં ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગિફ્ટ માં કંપાસ ,સંચો , પેન્સિલ જેવા ગિફટ જોવા મળે છે. તેમના દ્વારા સાંજે ત્રણ વાગ્યાથી તેમની ટીમ સાથે ઘૂંચ ભેગી કરવામાં આવે છે. તે પોતે અને તેમની ટીમ આ વર્ષે પણ લારી લઈને ખોખરા , અમરાઈવાડી વિસ્તારમાંથી આ દોરી ભેગી કરવામાં આવી હતી .