February 2, 2025

ગિરનાર પર્વત પર આરોહણ-અવરોહણ 17મી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ

Girnar Ascending Descending Competition: જૂનાગઢ 17મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે. જિલ્લા કલેક્ટરે ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. કલેકટર અનિલકુમાર રાણાવસીયા સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

570 સ્પર્ધકો લઈ રહ્યા છે ભાગ
રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને વહીવટી તંત્રનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના 570 સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર સ્પર્ધાનું સીસીટીવી મોનિટરીંગ કરવામાં આવે છે. ભાઈઓ માટે 5000 પગથિયાં અને બહેનો માટે 2200 પગથિયાં સુધીની સ્પર્ધા થાય છે.