December 23, 2024

IPL ઓરેન્જ કેપ રેસમાં ભારતીય ખેલાડીઓ ચમક્યાં

IPL 2024: આ સિઝન ઝડપથી હવે આગળ વધી રહી છે. આ વખતની સિઝનમાં કઈ ટીમ પ્લેઓફમાં જવાની છે તે પણ હવે થોડા જ દિવસમાં સ્પષ્ટ કરી દેવામાં આવશે. આ તમામ મેચમાં પ્લેઓફને લઈને હરીફાઈ થઈ રહી છે તો બીજી બાજૂ ઓરેન્જ કેપની રેસ પણ રસપ્રદ બની ગઈ છે.

ભારતીય ખેલાડીઓનો દબદબો
ટીમ પ્લેઓફને લઈને ભારે હરીફાઈ જોવા મળી રહી છે. આ વચ્ચે ઓરેન્જ કેપની રેસ પણ મજેદાર બની ગઈ છે. જોકે આ રેસમાં સારી વાત એ છે કે ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી હજુ પણ નંબર વન પર છે. સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો હાલ તો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: KKR vs PBKS: ગૌતમ ગંભીરનો અમ્પાયર સાથેનો વીડિયો થયો વાયરલ

સૌથી વધુ રન
IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન RCBનો વિરાટ કોહલી છે. તેણે અત્યાર સુધીમાં 10 મેચમાંથી 500 રન બનાવ્યા છે. તે એવો બેટ્સમેન છે કે જેણે અત્યાર સુધીમાં 500ના આંકડા સુધી પહોંચી શક્યો છે. રુતુરાજ ગાયકવાડે બીજા ક્રમે છે. ત્રીજા સ્થાન પર ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન છે. તેણે 10 મેચમાં 418 રન બનાવ્યા છે. ત્યારબાદ ચોથા સ્થાન પર કેપ્ટન સંજુ સેમસન 9 મેચમાં 385 રન બનાવ્યા છે. KKRના સુનીલ નારાયણ પણ આગળ છે. તે 8 મેચમાં 357 રન બનાવવામાં સફળ રહ્યો છે. હજુ ઘણી મેચો બાકી છે, જેમાં ઘણા ફેરફાર જોવા મળશે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ વિરાટ સતત નંબર વન પર છે.