November 2, 2024

કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડશે વરસાદ

Weather Update Today: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં તાપમાન 40ની ઉપર પહોંચી ગયું હતું. જેના કારણે લોકોને ઘરથી બહાર નિકળવું મુશ્કેલ બની ગયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીનું હવામાન 10 થી 13 મે સુધી ખરાબ રહેશે. ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવો જાણીએ.

આકરી ગરમીમાંથી રાહત
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર દિલ્હી-એનસીઆર હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય ગરમીમાંથી રાહત મળશે નહીં. ઉત્તર પ્રદેશ સુધીના લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની નથી. બપોરના સમયે જ તાપમાન 40 થી ઉપર નોંધાઈ રહ્યું છે. ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ગરમીની સ્થિતિ જોવા મળી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 10 મે સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે. IMDએ કહ્યું કે 14 મે સુધી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં હળવો વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

ગુજરાતનું વાતાવરણ
હવામાન વિભાગે ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવવાને કરાણે દીવ અને ભાવનગરમાં તાપમાનમાં વધારો જોવા મળશે. ગુજરાતમાં હાલ ભારે ગરમી પડી રહી છે. ગઈ કાલે પણ મતદાનના દિવસે રાજ્યના દરેક જિલ્લામાં ભારે ગરમી પડી હતી. અમદાવાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં 3થી4 ડિગ્રી તાપમાનમાં વધારો થયો છે. આગામી દિવસોમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ભારે ઉકળાટભર્યું જોવા મળશે. ગઈ કાલે પણ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડટ્યો હતો. જોકે કમોસમી વરસાદની કારણે ખેડૂતોના પાકને ચોક્કસનુકસાન થવાની ભીતિ રહે છે. અમદાવાદ અને ભૂજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીની સાથે બફારો પણ વાતાવરણમાં અનુભવાશે.