January 17, 2025

દિલ્હી-એનસીઆરમાં યલો એલર્ટ, ઉત્તર ભારતમાં ધુમ્મસભર્યું વાતાવરણ

નવી દિલ્હીઃ શુક્રવાર સવારથી દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. હવામાન વિભાગે ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું, જેની અસર દેખાઈ રહી છે. હવામાન વિભાગે 3 દિવસ સુધી ધુમ્મસછાયું વાતાવરણ રહી શકે છે . ધુમ્મસને કારણે સીધી અસર ટ્રેન અને હવાઈ મુસાફરી પર પડી રહી છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ગાઢ ધુમ્મસને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. દિલ્હી ઉપરાંત સવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢના ઘણા ભાગોમાં ધુમ્મસછાયા વાતાવરણની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

દિલ્હીમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ બાદ ઠંડીના કારણે પારો પણ નીચે ગયો છે. લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 21 અને 22 જાન્યુઆરીના રોજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ કેરળ કિનારાથી દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર નીચલા ટ્રોપોસ્ફિયર સ્તરોમાં એક ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ ચાલી રહ્યું છે. તેના પ્રભાવ હેઠળ, 18-20 જાન્યુઆરી દરમિયાન તમિલનાડુ, પોંડિચેરીમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.