December 25, 2024

ભારત આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ચીનને હરાવી વિશ્વમાં નંબર વન બનશે

Electric Two-Wheeler: ભારત આ વર્ષે ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હીલર માર્કેટ બની શકે છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ” મજબૂત આર્થિક વૃદ્ધિ દર, ટૂંકા અંતર માટે ટુ-વ્હીલર ગ્રાહકોની પ્રથમ પસંદગી અને શેર્ડ મોબિલિટી સ્પેસમાં ટુ-વ્હીલરની વધતી માંગને કારણે ભારત 2024માં ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું બજાર બની જશે. વર્ષ 2023માં ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે એક ટકાથી ઓછું વધ્યું હતું. ટુ-વ્હીલરમાં પણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. એક માહિતી પ્રમાણે 2024માં વેચાતા 25 ટકાથી વધુ ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વેચાઈ રહ્યા છે.

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ભારે માંગ
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું ભારે વેચાણ થઈ રહ્યું છે. તેમાં પણ ટોચના 10 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં ઓલા ઇલેક્ટ્રિક, ટીવીએસ મોટર્સ અને એથર એનર્જી ભારતના છે. જે દર્શાવે છે કે ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું બજાર ઝડપથી વધી રહ્યું છે. ઓલા અને એથર એ ગ્રીનફિલ્ડ ‘EV-ફર્સ્ટ’ ટુ-વ્હીલર કંપનીઓ છે જે TVS, Bajaj અને Hero સાથે સ્પર્ધા કરી રહ્યું છે. માહિતી પ્રમાણે અલ્ટ્રાવાયોલેટ, રિવોલ્ટ મોટર્સ, એનર્જિકા મોટર, ડેમેન અને એઆરસી જેવી કંપનીઓ ટુ-વ્હીલર પ્રીમિયમ સેગમેન્ટમાં એનફિલ્ડ, હાર્લી ડેવિડસન, યામાહા અને અન્ય સાથે સ્પર્ધા કરવા બજારમાં પ્રવેશી રહી છે.

આ પણ વાંચો: ડાયમંડ કટના લુક સાથે આવી નવી થાર, SUVને ટક્કર મારે એવા ફીચર્સ

જોવા મળશે ફેરફાર
રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે ટુ-વ્હીલરના વેચાણમાં ઇલેક્ટ્રિકનો હિસ્સો 44 ટકા હશે. આ સાથે ટુ-વ્હીલર્સમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ વર્ષ 2030 સુધીમાં વધીને 15 ટકા થઈ જશે. કાર માર્કેટની જેમ ટુ-વ્હીલર માર્કેટમાં પણ થોડા જ સમયમાં બદલાવ જોવા મળી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે. મોટા ભાગના લોકો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને પહેલી પસંદ બનાવી રહ્યા છે.