June 28, 2024

IND vs BANની આજની મેચમાં વરસાદ પડશે તો શું થશે?

IND vs BAN: આજે ભારત બાંગ્લાદેશની મેચ છે. આજની મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે એક ટીમ હવે બહાર થઈ જશે અને એક ટીમ આગળના રાઉન્ડમાં જશે. પરંતુ આ વચ્ચે વરસાદને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. જો આજના દિવસે વરસાદ પડશે તો શું થશે? આવો જાણીએ.
વરસાદના કારણે મેચ
ભારતીય ટીમની નજર ફરી એકવાર ICC T20 વર્લ્ડ કપ જીત પર છે. ભારતે સુપર 8 સુધી જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. જો વરસાદના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રમાશે નહીં તો શું થશે? તમને જણાવી દઈએ કે જો વરસાદના કારણે મેચ રમાશે નહીં તો ને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટની વહેંચણી કરી દેવામાં આશે. જોકે તેનાથી ભારતની ટીમને ફાયદો ચોક્કસ થશે. ભારત માટે સારી વાત એ છે કે જો આજની મેચમાં 1 પોઈન્ટ આપી દેવામાં આવશે વરસાદના કારણે તો ભારતે એક મેચ જીતી છે અને બીજી મેચ જીતીને તેની સેમી ફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ જશે.
કેવું રહેશે વાતાવરણ
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી સુપર 8 મેચ આ રમાઈ હતી તેમાં પણ વરસાદના કારણે સમસ્યા થઈ હતી. Weather.comએ આપેલી માહિતી પ્રમાણે મેચ દરમિયાન વરસાદની સંભાવના 18-24 ટકા જોવા મળી રહી છે. આ મેચ સમયે વરસાદ પડી શકે છે. પરંતુ એટલો પણ વરસાદ નહીં પડે કે જેના કારણે મેચને રદ કરવી પડે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ,સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિંધવ.

બાંગ્લાદેશ ટીમ: શાકિબ અલ હસન, તૌહીદ તનજીદ હસન તમીમ, હૃદય, મહમૂદ ઉલ્લાહ રિયાદ, નઝમુલ હુસેન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, લિટન દાસ, સૌમ્ય સરકાર, જાકર અલી અનિક, તનવીર ઈસ્લામ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, શાક મહેદી. હસન, શોરીફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકિબ.