December 18, 2024

IND vs BAN: રોહિત શર્મા ચેન્નાઈ ટેસ્ટમાં ફ્લોપ!

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચના બીજા દિવસે ભારતીય ટીમની બીજી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. રોહિત માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બેટિંગથી ફરી એકવાર નિરાશ
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચના બીજા દિવસે મેચ જબદસ્ત રહી હતી. બીજી ઈનિંગમાં વધુ સારા બેટિંગ પ્રદર્શનની અપેક્ષા હતી. પરંતુ રોહિત શર્માની બેટિંગએ નિરાશ કર્યા હતા. તે માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા 9 વર્ષ બાદ મેચની બંને ઇનિંગ્સમાં સિંગલ ડિજિટ સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો: IND vs BAN: બુમરાહે ત્રીજી વિકેટ લીધી, બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટની નજીક

જબરદસ્ત પ્રદર્શન કર્યું
વર્ષ 2015માં, રોહિત શર્મા દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ દાવમાં શૂન્ય અને બીજા દાવમાં શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. તેની ટેસ્ટ કારકિર્દીમાં આ ચોથી વખત બન્યું છે જ્યારે તે મેચની બંને ઇનિંગ્સમાં બે આંકડા સુધી પહોંચી શક્યો નથી. આગામી ટેસ્ટ સિઝનને ધ્યાનમાં રાખીને રોહિતનું ફોર્મ ચોક્કસપણે મોટી ચિંતાનો વિષય છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી અને એક અડધી સદી ફટકારી છે.