November 7, 2024

વિજાપુરના કોલવડામાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા-ઉલટી, તંત્ર થયું દોડતું

Vijapur: વિજાપુરના કોલવડામાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા-ઉલટી થવાની ઘટના સામે આવી છે. ફૂડ પોઈઝનિંગ થતાં 16ને કોલવડા અને કુકરવાડા CHCમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, 4 વર્ષના બાળકને વડનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે યોજાયેલ હાઈસ્કુલની ઉજવણી પ્રસંગે ગામ જમ્યા બાદ વધેલો ટોપરાપાક ગામના દેવીપુજક સમાજમાં વહેંચ્યો હતો. બુધવારે આ ટોપરાપાક ખાધા બાદ 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. જેને લઈને જિલ્લા આરોગ્ય તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને લઈને 16ને કોલવડા અને કુકરવાડા CHCમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, 4 વર્ષના બાળકને વડનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્યની ટીમે અન્ય ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતમાં આગ લાગવની ઘટના, સ્પા સલુનના માલિકની કરાઈ અટકાયત