June 24, 2024

ઇફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ વિવાદ, રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટરે કહ્યુ – BJP પગલાં લે

રાજકોટઃ ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાની જીત મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે રાજકોટ-લોધિકા સંઘના ડિરેક્ટર બાબુ નસીત મેદાને આવ્યા છે. બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવાની માગ કરી છે.

તેમણે કહ્યુ છે કે, ‘સહકારી ક્ષેત્રે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆરપાટીલે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી હતી. કોંગ્રેસ ભાજપના ઇલુ ઇલુ વચ્ચે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી હતી. ભૂતકાળમાં તાલુકા બીજેપીનો પ્રમુખ હતો અને શિસ્તભંગ બદલ પગલાં લેવાયા હતા. હવે ઇફ્કો ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ જે લોકોએ કામ કર્યું તેના પર પગલાં લો.’

તેમણે ઉમેર્યુ હતુ કે, ‘પાર્ટીને નુકશાન કરનારા સામે પાર્ટી શિસ્ત ભંગના પગલાં લે. શિસ્તભંગ બદલ તમામ આગેવાનો સામે પાર્ટી પગલાં લે. સહકારી ક્ષેત્રે બીજેપી કોંગ્રેસના ઇલુ ઇલુ વચ્ચે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.’