‘આ ખેલાડીનો રેકોર્ડ તૂટ્યો તો…કપડાં ઉતારી દઇશ’, પાકિસ્તાનના ખેલાડીએ આપ્યું અજીબોગરીબ નિવેદન
પાકિસ્તાનની ટેસ્ટ ટીમનો કેપ્ટન શાન મસૂદ છે. તેનો શાનદાર ટેલેન્ટ જોઈને તેને બાબર આઝમની જગ્યાએ વર્લ્ડ કપ બાદ ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેની બેટિંગ અને ડોમેસ્ટિક રેકોર્ડને જોતા વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાને એક નિવેદન આપ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે. આઝમ પાકિસ્તાની ટીમનો વિકેટ કીપર બેટ્સમેન છે, અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોઈન ખાનનો પુત્ર છે. આઝમ ખાનનું એક નિવેદન ચર્ચામાં છે, જે વાયરલ થઈ રહ્યું છે.
‘હું રસ્તા પર નગ્ન ઊભો રહીશ’
હાલમાં આઝમ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આઝમ પોડકાસ્ટમાં વાત કરી રહ્યો છે. આમાં તે શાન મસૂદના ખૂબ વખાણ કરી રહ્યો છે અને એક રીતે તે તેના ટીકાકારોને જવાબ આપી રહ્યો છે. આ વીડિયોમાં આઝમ ખાન કહી રહ્યા છે કે લિસ્ટ-Aમાં એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ શાન મસૂદના નામે છે. આ પછી આઝમ કહે છે કે તમામ 30 હજાર લોકોને કહો કે તે બનાવીને બતાવો. આ પછી આઝમે કહ્યું કે જો આવું થશે તો તે રસ્તા પર નગ્ન થઈને ઉભા થઈ જશે. આઝમ કહે છે કે મસૂદનો રેકોર્ડ એવો છે કે તેની આસપાસ કોઈ નથી. ત્યારે આઝમ કહે છે કે તે એવા ખેલાડીઓની વાત કરી રહ્યો છે જે મહાન કહેવાય છે. જોકે આઝમે કોઈનું નામ લેવાનો ઈન્કાર કર્યો હતો.
View this post on Instagram
શાનનું ક્રિકેટ કરિયર આવું રહ્યું છે
શાન મસૂદે 2013માં પાકિસ્તાન માટે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો, ત્યારબાદ 2019માં તેણે શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ વનડે મેચ રમી હતી. શાને 33 મેચ રમી છે અને 28.67ની એવરેજથી 1778 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં શાન ફ્લોપ રહ્યો હતો
શાન મસૂદે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળી હતી. પરંતુ તે આ સિરીઝને ભૂલી જવા માંગશે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને 3-0થી સૂપડા સાફ કર્યા હતા. મસૂદ આ સિરીઝમાં ફ્લોપ રહ્યો હતો, તેણે બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 54 રન અને બીજી ઇનિંગમાં 60 રન બનાવ્યા હતા.