December 19, 2024

જામનગરમાં પૂનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનું સમર્થન

સંજય વાઘેલા, જામનગર: જામનગર -12 લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે એક કર્તવ્યનિષ્ઠ સંસદ સભ્ય ગણાવ્યા છે અને અગાઉના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જનતાની સાથે અને જનતાની વચ્ચે ઊભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ લાવવાની બખૂબી જવાબદારી નિભાવી છે.

આ પણ વાંચો: વાંસદામાં અમિત શાહે વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

આવા કર્તવ્યનિષ્ઠ સાંસદ પૂનમબેન માડમને ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે પ્રચંડ સમર્થન આપ્યું છે. તેઓ ફરીવાર એટલે કે ત્રીજી ટર્મમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉજવળ ત્રીજા કાર્યકાળમાં સાક્ષી બની અને તેમાં પુનમબેન માડમનું પણ યોગદાન જોડાયેલું રહે, તે માટે સમગ્ર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

સાથે સાથે પૂનમબેન માડમ પોતાની ત્રીજી ટર્મમાં પાંચ લાખ મતોના વિશાળ માર્જિનથી વિજયી બને, તેવી પ્રભુ શ્રીરામ અને માતા જાનકીના ચરણોમાં સર્વે સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને સમગ્ર સાધુ સમાજ પૂનમબેન માડમને વિશ્વાસ આપે છે કે તેઓ હર હંમેશાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી તેમજ પૂનમબેનની સાથે જ ઊભો છે અને હમેશા સમગ્ર સમાજ સાથે જ ઉભો રહેશે.

આ પણ વાંચો: ખટોદરા પોલીસે 3 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી

આ ઉપરાંત સાંસદ પૂનમબેનનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને આવનારો ત્રીજી ટર્મનો કાર્યકાળ પણ ખૂબ જ ઉજવળ બની રહે. ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં જામનગરનો પણ ખૂબ મોટો ફાળો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી હોવાનું ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ કિશોરભાઈ એમ. દેવમુરારી તથા સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા જણાવાયું છે.