December 17, 2024

No Cost EMIમાં કેટલી હકીકત છે, જાણો એક ક્લિકમાં…

No Cost EMI: હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવારની સિઝન શરૂ થતા જ મોટા ભાગની કંપનીઓ અને ઈ-કોમર્સ વેબાઈટ્સ ગ્રાહકોને ઓનલાઈન ખરીદીના અલગ અલગ ઓપશન આપશે. જેમાં નો કોસ્ટ ઈએમઆઈ સૌથી વધારે જાણીતી છે. સાદી ભાષામાં સમજીએ તો તમે જે સામાન ખરીદી રહ્યા તેના પૈસા હમણા નહીં ચૂકવવાની જગ્યાએ 3, 6 કે 12 મહિનામાં ઈએમઆઈની રીતે ચૂકવી શકો છો. આમ તો કંપનીઓ દાવો કરે છે તે આ વસ્તુ તમે નો કોસ્ટ ઈએમઆઈ પર ખરીદી છો, પરંતુ સાચે તમને બીજા કોઈ પૈસા નથી ચુકવવાના થતા? આ સવાલનો જવાબ તમને અહીં ચોક્કસ મળી જશે.

ગ્રાહક પાસે વ્યાજ વસૂલવામાં આવતું નથી
નો કોસ્ટ ઈએમઆઈમાં કોઈ વ્યાજ કે પ્રોસેસિંગ ફી સામેલ નથી, પરંતુ નિયમિત EMIમાં વ્યાજ અને પ્રક્રિયા બંનેનો સમાવેશ થાય છે. નો કોસ્ટ EMI માં ઉત્પાદનની કિંમત ડિસ્કાઉન્ટ વિનાની હોય છે. આમાં વ્યાજની રકમ વેચનાર અથવા વેપારી દ્વારા ચૂકવવામાં આવે છે. ગ્રાહક પર કોઈ વ્યાજ વસૂલવામાં આવતું નથી. કેટલીકવાર વ્યાજ અથવા પ્રોસેસિંગ ફી રિબેટ અથવા કેશબેક તરીકે ગોઠવવામાં આવે છે. આમ કરવાનો હેતુ ઈએમઆઈને ઉત્પાદનની વાસ્તવિક કિંમતની બરાબર બનાવવાનો છે.

રેગ્યુલર અને નો-કોસ્ટ EMI વચ્ચેનો તફાવત
એક સરળ ઉદાહરણથી સમજીએ તો જો તમે રૂ. 11000ની કિંમતની પ્રોડક્ટ ખરીદો છો. તો નો કોસ્ટ EMIમાં વ્યાજ ચાર્જ રૂ. 287ના ડિસ્કાઉન્ટથી એડજસ્ટ થાય છે. આમાં તમારે 3663 રૂપિયાના ત્રણ EMIમાં 10990 રૂપિયા ચૂકવવા પડશે, પરંતુ જો આ તમારી રેગ્યુલર EMI હોત તો તમારે 3811 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે તમારે તેના પર 442 રૂપિયાનું વ્યાજ ત્રણ સમાન EMIમાં ચૂકવવું પડશે. 3811 રૂપિયાના 3 EMIના હિસાબે તમારે કુલ 11432 રૂપિયા ચૂકવવા પડશે.

વેપારી અને બેંક વચ્ચે થાય છે કરાર
નો-કોસ્ટ EMI સામાન્ય રીતે 3, 6 અથવા 9 મહિના માટે ઓફર કરવામાં આવે છે. તે માટે વેપારી અને બેંક વચ્ચે કરાર પર આધાર રાખે છે. ગ્રાહકને વ્યાજમુક્ત બનાવવા માટે નો-કોસ્ટ EMI ઓફર કરવામાં આવે છે. જેનો સીધો અર્થ એ છે કે ગ્રાહકે લોન પર વસૂલવામાં આવેલ વ્યાજ ચૂકવવું પડશે નહીં. વ્યાજની રકમ સામાન્ય રીતે પ્રોડક્ટના વેપારી દ્વારા ઉઠાવવામાં આવે છે. જે વ્યાજની ભરપાઈ કરવા માટે ડિસ્કાઉન્ટ પર માલ ઓફર કરે છે. તેનો ફાયદો એ છે કે તમે કોઈપણ વધારાના વ્યાજ વગર હપ્તે વસ્તુ ખરીદી શકો છો.

નો-કોસ્ટ EMI એટલે કે નો ડિસ્કાઉન્ટ
નોંધનીય છે કે, કોઈપણ લોન આપતી બેંક નો-કોસ્ટ EMI માટે પ્રોસેસિંગ ફી લે છે. બેંક પ્રોસેસિંગ ફી તરીકે વ્યાજ વસૂલવાની મંજૂરી આપે છે, જ્યારે તમે નો-કોસ્ટ EMI વિકલ્પ પસંદ કરો છો, ત્યારે તમને તે પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળતું નથી. સાદી રીતે સમજવામાં આવે તો જો કોઈ પ્રોડક્ટ પર તમામ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો નો-કોસ્ટ EMI લેનાર વ્યક્તિને આ વસ્તુ ડિસકાઉન્ટ વગર મુળ કિંમત મળે છે.

2013માં RBIએ નો-કોસ્ટ EMI સ્કીમ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. 2013ના પરિપત્રથી એ પણ સ્પષ્ટ થાય છે કે ઝીરો ટકા વ્યાજ અથવા નો-કોસ્ટ EMIના માર્ગમાં કંઈ ફાયદો નથી.