December 20, 2024

શિયાળામાં પગ ઠંડા જ રહેતા હોય તો આ કરો સરળ ઉપાય

Home Remedies Feet Warm In Winter: શિયાળામાં કલાકો સુધી ધાબળામાં પગ રાખવા છતાં પગ ટાઢાબોળ જ રહે છે. આજે અમે તમને થોડા ઉપાયો જણાવીશું કે જેના થકી તમે તમારા પગને ગરમ કરી શકો છો.

શિયાળામાં ઠંડા પગ કેવી રીતે ગરમ કરવા?

ગરમ પાણી
તમારા પગને ગરમ કરવા માટે તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. જેના માટે તમારે ગરમ પાણી લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં પગ રાખવાના રહેશે. પગ સુકાઈ જાય પછી તમારે પગમાં મોજા પહેરી લેવાના રહેશે. તમે મોજા પેર્યા પછી તમારા પગ આખી રાત ગરમ રહેશે.

ગરમ તેલની માલિશ
રોજ તમારે ગરમ તેલની માલિશ કરવાની રહેશે. સરસવનું તેલ ગરમ કરીને લગાડવાથી પગ પણ ગરમ થશે અને શરીરનો થાક પણ દૂર થશે. સરસવનું તેલ લગાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.

આ પણ વાંચો: રાતના સમયે સૂતા પહેલા લગાવો આ વસ્તુઓ, ત્વચાની ચમક વધી જશે

હેર ડ્રાયરનો ઉપયોગ કરો
જો તમારા પગ ઠંડા રહેતા હોય તો તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરીને તમે ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. મોજા પહેરીને તમારે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનો રહેશે.