હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, આગામી 48 કલાકમાં કેવું રહેશે હવામાન?
Himachal: હિમાચલ પ્રદેશના હવામાનમાં બદલાવ જોવા મળ્યો છે. રવિવારે રાજ્યમાં વિવિધ સ્થળોએ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળી હતી. હિમાચલ પ્રદેશના શિમલામાં હિલ રિસોર્ટ વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો હતો. હિમાચલમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડ્યો નથી. આવી સ્થિતિમાં ભારે હિમવર્ષા બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સિવાય ઉત્તરાખંડના હવામાનમાં પણ પલટો આવ્યો છે. જ્યાં હવામાન પણ ઠંડુ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા જોવા મળી હતી. ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ અને ઓલી જેવા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે અહીં પણ વધુ હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. IMDએ ઉત્તરાખંડના નૈનીતાલમાં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.
રવિવારે, IMD એ અગાઉ લાહૌલ સ્પીતિ, ચંબા, કુલ્લુ, કિન્નૌર, મંડી અને શિમલાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના જાહેર કરી હતી. ત્યારબાદ આ વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની અસર મેદાની રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ અને ભારે પવન હતો. રવિવારે રાત્રે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જે બાદ હવે દિલ્હીમાં ઠંડી વધી શકે છે. IMDના વૈજ્ઞાનિકે કહ્યું કે દિલ્હી NCRનું તાપમાન આજે ઘટશે.
આ પણ વાંચો: હત્યારી છે યુનુસ સરકાર, બાંગ્લાદેશમાં મચાવી રાખ્યો છે આતંક: શેખ હસીના
IMDએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શીત લહેરની આગાહી કરી છે. હિમાચલમાં હિમવર્ષા બાદ રસ્તાઓ પર બરફ છવાઈ ગયો છે. વાહનો પર બરફનો જાડો પડ પણ જમા થયો હતો. કેદારનાથમાં પણ હિમવર્ષા જોવા મળી હતી. જેની તસવીર પણ સામે આવી છે. કેદારનાથ મંદિરને સંપૂર્ણ રીતે ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું છે. IMD અનુસાર, આજે દેહરાદૂન, પૌડી, ઉત્તરકાશી, ટિહરી, પિથોરાગઢ, બાગેશ્વર, અલમોડા, ચંપાવત, હરિદ્વાર સહિત ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે.