લોકસભા ચૂંટણીમાં યુવાનોને મતદાન કરવા માટે હર્ષ સંઘવીનું આહ્વાન
ગાંધીનગરઃ એકબાજુ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાતે ગાંધીનગર યુનિવર્સિટીમાં ‘નમો નવ મતદાતા’ સંમેલનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા અને યુવાનોને સંબોધન કર્યું હતું.
યુવા મતદારો દેશની અનન્ય આજ અને ઉજ્જવળ આવતીકાલ !
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો – ગુજરાત દ્વારા ગાંધીનગર યુનિવર્સિટી ખાતે આયોજિત "નમો નવ મતદાતા સંમેલન" માં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે નવા મતદાતાઓને આવકાર્યા તથા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi… pic.twitter.com/UADGxbmqR0
— Harsh Sanghavi (@sanghaviharsh) January 25, 2024
આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યુવાનોને સંબોધન કર્યું હતું. આ અંગે તેમણે એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.
તેમણે પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘દેશના લોકતંત્રમાં યુવા મતદારોનો ભગીરથ અને મહામૂલો ફાળો છે. ભારતીય યુવાનોના વિચારો વૈવિધ્યતા અને બૌદ્ધિકતાથી પરિપૂર્ણ છે, જેથી તેઓ દેશના સકારાત્મક પરિવર્તનના વાહક બન્યા છે. લોકશાહીમાં તેમની ભાગીદારી રાષ્ટ્રને એક મજબૂત સ્થાન પર સ્થાપિત કરશે!’