December 23, 2024

ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાત પોલીસે ગોલ્ડ જીત્યો

અમદાવાદ: હાલમાં જ હૈદરાબાદ ખાતે યોજાયેલી ‘ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ’માં ગેઝેટેડ ઓફિસર્સ 45+ વર્ષ મેન્સ ડબલ્સ કેટેગરીમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જીતેન્દ્ર યાદવ અને આસીસ્ટન્ટ પોલીસ કમિશનર એસ બી કુંમ્પાવતની ટીમે સીઆરપીએફની ટીમને ફાઈનલ્સમાં 15-21, 21-10 અને 21-15થી હરાવી સુવર્ણ પદક જીત્યો છે.

ગુજરાત પોલીસના બે ડીવાયએસપી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં રાજ્યનું ગૌરવ વધાર્યું છે. બંને પોલીસ અધિકારીઓએ હૈદરાબાદમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બંને અધિકારીઓએ ગત સિઝનની ચેમ્પિયન ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બંને પોલીસ અધિકારીઓએ હૈદરાબાદમાં રમાયેલી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બંને પોલીસ અધિકારીઓ ગુજરાત પોલીસ દળમાં નાયબ પોલીસ અધિક્ષકની પોસ્ટ પર કાર્યરત છે.

આણંદના ખંભાત ડિવિઝનના ડીએસપી એસ.બી. કુંમ્પાવત અને અમદાવાદ માધ્યમિક જેલમાં ફરજ બજાવતા ડીએસપી જે.એમ. યાદવે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બંને ડીએસપી ટુર્નામેન્ટમાં ભાગ લેવા હૈદરાબાદ પહોંચ્યા હતા. જ્યાં ગત સિઝનમાં ચેમ્પિયન ટીમને હરાવી હતી. ગત સિઝનમાં સીઆરપીએફની ટીમ વિજેતા રહી હતી, જેની સામે ડીએસપી કુમ્પાવત અને યાદવ જીત્યા છે.

આ ટુર્નામેન્ટમાં દેશની કુલ 29 ટીમોમાંથી વિવિધ રાજ્યો અને અર્ધલશ્કરી દળોના ડીજીપીથી લઈને કોન્સ્ટેબલ રેન્કના પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત પોલીસની ટીમના બંને અધિકારીઓએ મેન્સ 45 પ્લસ કેટેગરીમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડીએસપી એસબી કુમ્પાવત અને ડીએસપી જેએમ યાદવ, બંને પોલીસ અધિકારીઓને મેડલ જીતવા અને ગુજરાત પોલીસને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.