December 12, 2024

ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Ahmedabad: સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.

આ પણ વાંચો: Ahmedabad : અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની GIIS સ્કુલમા હોબાળો

મળતી માહિતી અનુસાર ગુજરાત ગેસ દ્વારા આ વર્ષે સતત ત્રીજીવાર વધારો કરતા સામાન્ય નાગરિકને ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આજથી એટલે કે 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની કિંમત હવે વધીને 77.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.