IPS સુનિલ જોશી ATSના નવા નાયબ પોલીસ મહાનિરીક્ષક, IPS દીપન ભદ્રન કેન્દ્રમાં જતા નિયુક્તિ
ગાંધીનગરઃ IPS સુનિલ જોશીને ATSમાં નાયબ પોલીસ મહાનિરીક્ષકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. IPS દીપન ભદ્રનને છૂટા કરવામાં આવતા જગ્યા ખાલી થઈ હતી. ત્યારે ત્યાં નવા અધિકારીને મૂકવામાં આવ્યાં છે.
ATS અમદાવાદની ખાલી પડેલ જગ્યા પર નિયુક્તિ કરવામાં આવી છે. સુનિલ જોશીને આ જગ્યા સોંપવામાં આવી છે. આ ઉપરાંત સુનિલ જોશીને ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમના ચેરમેનની કામગીરીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા IPS સુનિલ જોશીને હવાલો સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2007ની બેચના IPS ઓફિસર દીપન ભદ્રનને કેન્દ્રમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે તેમણે કાલે ATSના DIG તરીકેનો ચાર્જ છોડ્યો હતો. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે તેમની તમામ જવાબદારી 2010 બેચના IPS ઓફિસર સુનીલ જોશીને સોંપવામાં આવી છે.