May 19, 2024

ભારતમાં લોન્ચ થયું Google Wallet, Google Payથી સંપૂર્ણપણે અલગ

અમદાવાદ: ભારતમાં આખરે ગૂગલ વોલેટ લોન્ચ થઈ ગયું છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગૂગલની આ સર્વિસ ગૂગલ પેથી ઘણી અલગ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ગૂગલ વોલેટમાં તમે ડેબિટ, ક્રેડિટ અને ગિફ્ટ કાર્ડ વગેરેને સ્ટોર કરી શકશો.

એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ
ગૂગલ વોલેટ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ગૂગલ ઈન્ડિયાએ આજે ​​આ ડિજિટલ વોલેટ સેવાનું અનાવરણ કર્યું છે. જેમાં તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ગિફ્ટ કાર્ડ મળશે. તમને જણાવી દઈએ કે ગૂગલની આ વોલેટ સર્વિસ ગૂગલ પેથી સંપૂર્ણપણે અલગ જોવા મળશે. હાલમાં આ વોલેટ ભારતમાં ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વોલેટનો ફાયદો એ થશે કે તમે કાર્ડ, ટિકિટ, પાસ, ડિજિટલ કી અને આઈડી સ્ટોર પણ કરી શકશો. ગૂગલનું આ વોલેટ ડિજીલોકર જેવું જ હશે.

આ પણ વાંચો: સિરી હવે પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે, જુઓ લેટેસ્ટ અપડેટ

કેવી રીતે કામ કરશે?
વપરાશકર્તાઓ Play Store પરથી Google Wallet ડાઉનલોડ કરી શકશે. હાલ તો એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર્સ તેમાં UPI પેમેન્ટ અને રિચાર્જ વગેરે કરી શકશે. ગૂગલ વોલેટ એન્ડ્રોઈડ યુઝર્સના જીમેલ એકાઉન્ટ સાથે ઓટોમેટિકલી લિંક થઈ જશે અને યુઝર્સ આ સર્વિસનો ઉપયોગ ડાઈરેક કરી શકશે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે ગૂગલ વોલેટ સર્ચ કરવાનું રહેશે. હાલમાં આ એપ માત્ર Google Pixel યુઝર્સને જ દેખાઈ રહી છે.