January 2, 2025

ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાના થયા શ્રીગણેશ, આટલા બોલાયા ભાવ

Gondal Market Yard: ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવકના શ્રીગણેશ થઈ ગયા છે. સિઝનની સૌ પ્રથમ 30 કિલો ધાણાની આવક માર્કેટ યાર્ડમાં જોવા મળી છે. જસદણના સાણથલી ગામના લોકો 30 કિલો ધાણા લઈને યાર્ડમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો: PMJAY બોગસ કાર્ડ મામલે વધુ 3 આરોપીની કરાઈ ધરપકડ

શ્રીફળ વધેરી નવા ધાણાની હરાજી કરાઈ
હરાજીમાં પહેલા પૂજન કરી શ્રીફળ વધેરી નવા ધાણાની હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં મુહૂર્તમાં 20 કિલો ધાણાના ભાવ 35001/- ખેડૂતને મળ્યા હતા.ગોંડલ યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઠી ધરાવતા સોહિલભાઈ કોટડીયા દ્વારા નવા ધાણાની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતો સારા ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.