July 7, 2024

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન

ગાંધીનગર:  ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો પ્રારંભ થઇ રહ્યો છે. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોનજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ ગુજરાતમાં પહેલીવાર વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. છેલ્લે વર્ષ 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ હતી. જો કે ત્યારબાદ કોરોના મહામારીના કારણે વર્ષ 2022માં વાઇબ્રન્ટ સમિટનું આયોજન મૌકૂફ રાખવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને સાથે સાથે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ગુજરાતના આંગણે પહોંચી ગયા છે. આ સમિટનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી પીએમ મોદીનો રોડ- શો યોજાશે અને મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ કરશે. પીએમ મોદીએ આજે દુનિયાની મોટી મોટી દિગ્ગજ કંપનીઓના વડા તથા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમની આ મુલાકાત વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલન પહેલા અર્થવ્યવસ્થાને ગતિ આપવા અને રોજગારનું સર્જન કરવા અને જુદા જુદા ક્ષેત્રમાં રોકાણ આકર્ષિત કરવાના ઇરાદાથી થઇ હતી. રોડ શો બાદ પીએમ મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નો શુભારંભ કરાવ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે પીએમએ સ્મારક સિક્કો, સ્ટેમ્પ બહાર પાડ્યાં હતા. આ ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મ નિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ બનાવવામાં આવ્યા છે.

બીજી બાજુ ગાંધીનગર ખાતે આવેલા દિગ્ગજ કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને સુઝુકી મોટર કોર્પના પ્રતિનિધિ ડિરેક્ટર અને પ્રમુખ તોશિહિરો સુઝુકી સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. તેઓએ ભારતમાં વેહિકલ સ્ક્રેપિંગ અને વ્હીકલ રિસાયક્લિંગને લગતી ચર્ચાઓ કરી હતી. ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વાહનોની નિકાસ કરીને વૈશ્વિક બજારમાં ભારતને મજબૂત બનાવવાની માટે મારુતિ સુઝુકી કંપની તરફથીઓ ચર્ચા કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઇવને કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને કહ્યું કે આવનારા દિવસોમાં અમને આશા છે લોકો પીએમ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓ અને આપણા દેશના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્થન આપે તેવી આશા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઉદ્યોગપતિઓનો મેળાવડો, અબજો રુપિયાનું કરશે રોકાણ