લીલા મરચા-લસણની ચટણી ખાવામાં લાગે છે ખૂબ ટેસ્ટી, આ રહી સરળ રેસીપી
Garlic Chutney: શિયાળાની સિઝન આવી ગઈ છે. આપણે અલગ અલગ પ્રકારની ચટણી ખાવાનું આ સિઝનમાં પસંદ કરતા હોઈએ છીએ. અમે તમારા માટે એક મસ્ટ ચટણીની રેસીપી લઈને આવ્યા છીએ. આ મરચા-લસણની ચટણી તમે ખાશો તો તમારા જીભમાંથી ટેસ્ટ જશે નહીં. આવો જાણીએ કે આ ચટણી કેવી રીતે બનાવશો.
પહેલું સ્ટેપ- લીલા ધાણા અને લસણના પાનને ધોઈને સારી રીતે સૂકવી લેવાના રહેશે.
બીજું સ્ટેપ- તમારે 5 લીલા મરચા લેવાના રહેશે. આ પછી તમારે તેમાં 3 લાલ મરચા અને 4 ગોળ લાલ મરચાંની સાથે લસણની 20 કળી ઉમેરો.
ત્રીજું પગલું- બીજા દિવસે તમારે મિક્સરમાં સૂકા કોથમીર અને લસણના પાન ઉમેરવાના રહેશે. આ પછી તમારે છેલ્લે એક ચમચી વિનેગર અને મીઠું ઉમેરવાનું રહેશે.
ચોથું પગલું- હવે આ બધી વસ્તુઓને સારી રીતે તમારે પીસી લેવાનું રહેશે.
પાંચમું સ્ટેપ- હવે એક પેનમાં તમારે બે ચમચી સરસવનું તેલ નાંખવાનું રહેશે. આ પછી તમારે ગરમ તેલમાં તમારે જીરું, હિંગ ઉમેરવાની રહેશે.
આ પણ વાંચો: રાતના સમયે સૂતા પહેલા લગાવો આ વસ્તુઓ, ત્વચાની ચમક વધી જશે
છઠ્ઠું સ્ટેપ- આ પછી તમારે તેમાં તમારે ચટણી પર આ વઘાર નાંખવાનો રહેશે.