December 22, 2024

પૂર્વ IPS હસમુખ પટેલના નામે નકલી એકાઉન્ટ, ટેલિગ્રામ પર લોકોને છેતરવાનો પ્રયાસ

Gandhinagar: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. ત્યારે હવે પૂર્વ IPS ઓફિસરના નામનું નકલી એકાઉન્ટ બનવાની ઘટના સામે આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના નામે ટેલિગ્રામ પર લિંક બની છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના નામે ટેલિગ્રામ પર લિંક બની છે. લિંકના માધ્યમથી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, એક ના ચાર કરવાની સ્કીમ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ છે. જેને લઈને ગુજરાત જાહેર સેવાના આયોગ હસમુખ પટેલ સાયબર સેલમાં ફરિયાદ કરશે. તેમના નામનો ખોટી રીતે ઉપયોગ કરીને લોકોને છેતરનાર સમક્ષ ફરિયાદ કરશે. આજે બપોર સુધીમાં ગાંધીનગર સાયબર સેલ ખાતે ફરિયાદ નોંધવી શકે છે.

આ પણ વાંચો: રાજકોટ પોલીસે નકલી પોલીસને દબોચ્યો, CCTVને આધારે મળી સફળતા