December 21, 2024

સુકેશે જેકલીન સાથેની ચેટનો ખોલ્યો કાળો ચિઠ્ઠો, અભિનેત્રીએ માગી હતી માફી

200 કરોડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં રોજને રોજ કોઇ નવી અપડેટ આવતી રહે છે. હાલમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરે તેની અને બોલિવૂડ અભિનેત્રી વચ્ચે થયેલી વાતચીતને શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ ચેટ ખુદ સુકેશે તેના વકીલ દ્વારા શેર કરી છે. તો જાણીએ આપણે આ ચેટમાં એવી શું વાતો થઇ છે.

સુકેશ ચંદ્રશેખરની જેકલીન ફર્નાડિન્સની સાથે થયેલી વાતચીતની એક ચેટ સામે આવી છે. સુકેશના વકીલનો દાવો છે કે આ ચેટ જેકલીન ફર્નાડિસ અને સુકેશ વચ્ચેની છે. બન્ને આ વાતચીતમાં જેકલીન સુકેશને સોરી કહેતી નજરે પડી છે. એટલું જ નહીં, તે સુકેશને માફી માગવાની સાખે-સાથે આઇ લવ યુ પણ કહી રહી છે.

2021ની છે વોટ્સએપ ચેટ

સુકેશ ચંદ્રશેખરના વકીલે દાવો કર્યો છે કે ચેટ વર્ષ 2021માં જ્યારે મની લોન્ડરિંગના મામલો સામે આવ્યો તે સમયની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટ એટલા માટે સામે આવી છે કારણકે હાલમાં જે ચેટ વાયરલ થઇ હતી જેમા જેકલીને સુકેશ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જણાવી દઇએ કે આ લેટરમાં સુકેશે તેની અને જેકલીનની ચેટના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે.

જેકલીને પણ કરી હતી ફરિયાદ

તે જાણીતું છે કે જેકલીન ફર્નાન્ડિસે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે સુકેશ જેલમાં બેસીને તેને મેસેજ કરી રહ્યો હતો. તે ઉપરાંત, જેક્લિને કોર્ટ અને પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેના જીવને જોખમ છે. આ અપીલ બાદ બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેક્લિને તેના પર આરોપ લગાવ્યા ત્યારે સુકેશે એક્ટ્રેસના તમામ રહસ્યો જાહેર કરવાની ધમકી પણ આપી. તેણે કહ્યું હતું કે તે અભિનેત્રી વિરુદ્ધ અદ્રશ્ય પુરાવા જાહેર કરશે. ત્યારથી આ મામલો વધુ જોર પકડ્યો છે.