January 3, 2025

ક્રિસમસ 2023: અનન્યાએ નવા ઘરમાં કરી ક્રિસમસની ઉજવણી

બોલિવૂડ ન્યૂ યરના રંગમાં રંગાઈ ગયું છે. કેટલાક સેલેબ્રિટિ નવા વર્ષની ઉજવણી માટે વિદેશ તરફ પ્રયાણ કરી દીધા છે તો કેટલાકો લોકો ભારતમાં જ રહીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષ અનન્યા પાંડે માટે કંઈક ખાસ રહ્યો છે. અનન્યાએ તેને ખરીદેલા નવા ઘરમાં ક્રિસમસની ઉજવણી કરી રહી હતી. જેના ફોટોઝ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.

એકદમ ક્યુટ દેખાઈ રહી છે અનન્યા

અનન્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ક્રિસમસ સેલિબ્રેશનના ફોટોઝ પોસ્ટ કર્યા હતા. જેમાં અનન્યાને ડિયર હેયરબેંડ અને કલરફૂલ સ્વેટર પહેરેલી જોવા મળે છે. જે અનન્યા ખુબ જ ક્યુટ દેખાઈ રહી છે. આ ઉપરાંત ફોટોમાં સુંદર રીતે તૈયાર કરેલા ક્રિસમસ ટ્રીને જોઈ શકાય છે. એ ટ્રીમાં ઘણા બધા ગિફ્ટ પણ લટકતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:સુનીલ શેટ્ટીનો પુત્ર ફરી ચર્ચામાં, કારણ છે દુઃખદ

નવા ઘરમાં પહેલુ સેલિબ્રેશન

અનન્યા પાંડેએ ક્રિસમસ સેલિબ્રેશનને લઈને ઘણા ફોટોઝ પોસ્ટ કર્યા હતા. જેમાં તેણે એક ફોટો કેટલીક ડિલિશિયસ ડિશોનો પણ શેર કર્યો હતો. આ સાથે અનન્યાએ કેપ્શનમાં લખ્યું કે, મારા ઘરે પહેલી વખત ક્રિસમસ, સીક્રેટ સાંતા, ઘણું બધું ખાવાનું અને કેટલાક નજીકના દોસ્તો સાથે મજાક-મસ્તી, આથી વધારે શું જોઈએ. અનન્યાએ હાલમાં જ પોતાનું નવુ ઘર ખરીદ્યું છે. જે બાદ તેણે પોતાના ઘરે પુજા પણ રખાવી હતી. જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. જેમાં તેણે ઘરના દરવાજા પાસે નાડિયળ ફોડતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ પણ વાંચો:આ જગ્યાએ ફરવા પર છે જીવનું જોખમ!

અનન્યાના અપકમિંગ પ્રોજેક્ટ

અનન્યા પાંડેના અપકમિંગ ફિલ્મોની વાત કરવામાં આવે તો એક્ટ્રેસની આગામી ફિલ્મ ‘ખો ગયે હમ કહા’ માં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 ડિસેમ્બરના રીલિઝ થશે. આ ફિલ્મમાં અનન્યાની સાથે સિદ્ધાંથ ચતુર્વેદી, આદર્શ ગૌરવ અને કલ્કિ કોચલિન જોવા મળશે. આ ઉપરાંત અનન્યા અર્જૂન વરૈના સિંહ દ્વાર નિર્દેશિત ફિલ્મમાં પણ જોવા મળશે.