December 27, 2024

છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહીઃ વીજળી બિલ KYC કૌભાંડમાં સામેલ 30 હજાર મોબાઈલ નંબર થશે બંધ

Electricity Bill Kyc Scam: સરકાર કૌભાંડીઓ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તમે જોયું હશે કે આજકાલ ઘણા લોકોને વીજળીના કનેક્શન કાપી નાખવાના મેસેજ મળી રહ્યા છે. આ સિવાય લોકોને KYC મેસેજ પણ મળી રહ્યા છે. આ બંને ફેક મેસેજ છે અને આ મેસેજ દ્વારા લોકોને ફસાવવામાં આવી રહ્યા છે અને છેતરપિંડી કરવામાં આવી રહી છે. હવે સરકારે આવા છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને 30 હજારથી વધુ મોબાઈલ નંબર બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય જે મોબાઈલ ફોનમાં આ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ટેલિકોમ વિભાગે લગભગ 30 હજાર નંબર અને 400 મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં આ તમામ મોબાઈલ નંબર મોબાઈલ કૌભાંડમાં સંડોવાયેલા હતા. આ નંબરો પરથી લોકોને નકલી મેસેજ મોકલવામાં આવતા હતા અને પછી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

ચક્ષુ પોર્ટલ પર મળેલી ફરિયાદોના આધારે ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ કાર્યવાહી કરી છે. જો તમને પણ આવો કોઈ મેસેજ મળે છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે KYCનું પાલન ન કરવાને કારણે વીજળીનું કનેક્શન કાપવામાં આવશે, તો તમે Chakshu પોર્ટલ પર તે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત, તમે આ સાઇટ પર કોઈપણ સંભવિત છેતરપિંડી અથવા કૌભાંડ નંબરની જાણ કરી શકો છો.