May 19, 2024

માંગરોળના સણધરા ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

સુરત: માંગરોળના સણધરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ જૂની માંગણીઓ જેમ કે વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈને 320 મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેની જાણ અધિકારીઓના થતા અધિકારો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સુરત શહેરના માંગરોળ તાલુકામાં આવેલા સણધરા ગામના લોકોએ આજે મતદાનનો વિરોધ કર્યો છે. ગ્રામજનોએ જુની માંગણીઓના કારણે આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ કહ્યું કે, વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ અને સિંચાઈના પાણીની સમસ્યાઓને લઈને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. સરપંચ અને અધિકારીઓને આ તમામ સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆતો લેખત રૂપે પણ કરવામાં આવી છે. તેમ છતાં હજું સુધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: નવસારીમાં યુવકે મતદાનનો વીડિયો ફેસબુક પર મુક્યો

આ ઉપરાંત ગામમાં 2022માં સિંચાઈના પાણીની લાઈન માટે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. આથી ગામના 320 લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન કરવાની ના કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ અધિકારીઓને થતા તેઓ દોડતા થઈ ગયા હતા.

સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.