સનાતન ધર્મ પર કુઠારાઘાત ફરી એક વાર થઈ રહ્યા છે. ધાર્મિક કટ્ટરતા, સનાતન ના પ્રતીક એવા વૈદિક પુસ્તકો ,મંદિરો, મૂર્તિ ઓ સ્થાનકો પર આક્રમણો કરી રહી છે. સવાલ થાય છે ,આપણે ૧૫૦૦ વર્ષ પહેલા ના લુટારાઓના સમયમાં તો જઈ નથી રહ્યા ને??.કારણ કે એજ મોડ્યુંસ ઓપરેન્ડી છે. સત્તા કબજે કરવા, કાફર ના ધર્મનો નાશ કરવા નીકળેલ સતાભૂખ્યા લુટારાઓ ના નિશાને આપણા આસ્થા ના કેન્દ્રો પ્રથમ થી હતા.
ધર્મ ચાહે સનાતન ધર્મ હોય, ખ્રિસ્તી હોય બૌધ હોય જૈન હોય કે પછી અન્ય કોઈ સંપ્રદાય, દરેક ધર્મમાં તેના દેવી દેવતાઓ ના પૂજા માટેનું નિશ્ચિત સ્થાન એટલે મંદિર.. હા, ઇસ્લામ ધર્મમાં પુજા ના સ્થાનને મંદિર નહીં, પણ મસ્જિદ કહેવાય છે .વ્યક્તિનો ધર્મ સગુણ ઉપાસના યાને મૂર્તિ પૂજા (બુટ પરસ્તી )નો હોય, કે પછી નિર્ગુણ ઉપાસના (નમાજ), નો, પૂજા ભાવ વ્યક્ત કરવા જાહેર સ્થળે એકલા કે અન્ય સાથે, ભેગા થવાનું હોય છે. બસ આ જગ્યા તે મંદિર-મસ્જિદ . તો મંદિર આપણી શ્રદ્ધાની વ્યક્ત્તતાની જગ્યા છે.
, શરૂઆત ના કેટલાક આક્રાન્તાઓ લુટારુ હતા. મંદિર ની સંપતિ લુટવી હતી. લુંટફાટ કરવી, સંપતી બાળવી તેની કાર્ય શૈલી હતી કેટલાક આક્રાન્તાઓ ધર્મ ઝનૂની થઈ આવ્યા . તેમની માનસિકતા અન્ય ધર્મો નો નાશ કરી પોતાના ધર્મની સુપ્રીમસી સ્થાપવાની હતી. (જે આજે પણ છે?? ) જેમના કેટલાક આક્રાન્તાઓ સત્તા લાલસા વાળા હતા . જેની માનસિકતા પરાજિત ને , શારીરિક, માનસિક, સામાજિક, પારિવારિક નુકસાન પહોચાડવાની હતી. જેથી તેઓ સદાય વશમાં રહે, ગુલામ રહે. પણ તેની સંસ્કૃતિનો પણ નાશ કરવાની માનસિકતા વાળા હતા. આવી ઝનૂની માનસિકતા એ, મંદિરો જ નહીં, પણ જ્ઞાન સંસ્કૃતિ ના કેન્દ્રો (નાલંદા વિદ્યાપીઠ),પુસ્તકાલયોનો નાશ કરવો, મૂર્તિ ઓ ખંડિત કરવી, બહેનો દીકરીઓ ને ભ્રષ્ટ કરવી , આવા અધમ કૃત્યો કરી સત્તા કાયમ કરવાની હતી. આજે પણ આવા લોકો હયાત છે, તેઓને તેવું શિક્ષણ મળતું હોય તેમ લાગે છે. જેથી સમયે સમયે આવા પાશવી, નરાધમી કૃત્યો જોવા મળે છે.( દા.ત. યુ પી ના બહરાઈચનો બનાવ . )
ભૂતકાળ ના પાશવી આક્રમણો થયા છતાં સનાતન ધર્મની ચીરંતનતા અક્ષ્ક્ષુણ રહી છે .કારણ કે લોકોએ ઘરમાં પુજાના સ્થાનકો ઊભા કર્યા હતા , ગામે ગામ ””ગામના ચોરા, રામજી મંદિરો “” મજબુત થઈ રહ્યા હતા. આમ પૂજા પદ્ધતિ, વ્યક્તિગત રૂપે અને સામુહિક રૂપે વિકસી ગઈ હતી. ઘરમાં જ સગવડ પ્રમાણેના નાના નાના મંદિરો ને કારણે , બીજા ધર્મમાં છે તેમ, પૂજા માટે મંદિરે જવાનું ફરજિયાત રહ્યું ન હતું .
હાલમાં જે બનાવો આકાર લઇ રહ્યા છે તે દર્શાવે છે કે સનાતન ધર્મના સીમા ચિન્હો પર ઘાત આઘાત વધવા ની સંભાવના છે. આ સંજોગોમાં, આપણા મંદિરમાં શિલ્પની જે બેનમૂન કૃતિઓ છે તે આપણી “અનમોલ વિરાસત” છે. એકલા તામીલનાડુના મીનાક્ષી મંદિરના ચાર ટાવર છે તેના પર કૂલ ૩૩૦૦૦ કરતા વધુ કલાત્મક મૂર્તિઓ -કોતરાયેલી છે! આવી ભવ્ય વિરાસત નું જતન કરવું જરૂરી છે.
મંદિરો સૌ પ્રથમ તો , ઈશુ પહેલા ના ત્રીજા સૈકામાં હતા તેવા પુરાવા મળે છે. ત્યારના મંદિરોમાં શિવ અને પાર્વતીની મૂર્તિઓ હોવાના પુરાવા મળ્યાનું કહેવાય છે. મંદિરની રચનામાં ભૂમિતિના “”સર્કલ અને સ્ક્વેર”” નો ખુબ ઉપયોગ થયો છે. હા, બહારના આકાર સમયે સમયે બદલાઈ રહ્યા છે જેને લોકલ પરંપરાઓ એ અસર કરી છે. આમ છતાં હિંદુ મંદિરો ની બનાવટ, સજાવટ, વહીવટના સાધારણ વર્ણનો વૈદિક સાહિત્યમાં, બૃહત સંહિતા , વાસ્તુશાસ્ત્ર વગેરેમાં છે. હિંદુ મંદિરો અતિ પવિત્ર જગ્યા ગણાય છે અને તેનો રખ રખાવ તે રીતે જ કરાય છે.
મંદિરોની શરૂઆત થઈ ત્યાર થી પવિત્રતા અને પરમ્પરાનો સંગમ, રચાયો છે. પ્રાણ, પ્રકુતિ અને પરમેશ્વર એ ત્રણે ય અસ્તીત્વનો જીવંત પુરાવો, મંદિરો છે. મંદિરો “યથા પિંડે તથા બ્રહ્માંડે “ યાને જે મારામાં છે તે જ સમગ્ર અસ્તિત્વમાં છે, એવું એકત્વ પુરવાર કરે છે. . આ વૈદિક વિચાર, શિલ્પ સ્થાપત્ય ના ઉપયોગ થી રજુ કરવાનો ખ્યાલ આપણે ઉભો કર્યો છે. આપણા મંદિરો એ ઐહિક જગત અને આધ્યાત્મિક જગતના મિલન નો પ્રત્યક્ષ પુરાવો છે. ચાર પુરુષાર્થ ભોગવતા ભોગવતા મનુષ્યને ઈશ્વરનું સાંનિધ્ય રહે, સમાજની આર્થિક ઉન્નતી દ્વારા આધ્યાત્મિક ઉન્નતી બની રહે તે તેનો ઉદેશ છે.
આપણા ૪ પુરુષાર્થ (ધર્મ,કામ, અર્થ અને મોક્ષ.) ના ચિત્રો, શિલ્પો વૈદિક શ્લોક વગેરે નૃત્ય મંડપમ માં, બહારની દીવાલો પર ખાસ કરીને પીલર્સ, ઘુમ્મટમાં કોતરાયેલાં હોય છે. યાને ઈશ્વરને સાક્ષી બનાવી, જીવન ઘડવાનું, જીવવાનું, ભોગવવાનું અને અંતે મરણ ને શરણ થઇ, ઈશ્વર પાસે જ જવાનું છે. તેનું આપણને સદાય સ્મરણ રહે તે હેતુ છે.
મંદિરના શિલ્પ સ્થાપત્યનો ઉલ્લેખ અર્થવ વેદમાં છે. તો મંદિરની પ્રદક્ષિણા, અદ્વૈતભાવ નો ઉલ્લેખ “બૃહદ આરણ્યક ઉપનીષદમાં છે. અલબત દક્ષિણના મંદિરો, ઓરીસ્સાના મંદિરો , ઉતરાંચલના મંદિરો વગેરના સ્થાપત્યો અલગ અલગ છે, તથા મંદિરો બનાવવાના મટીરીયલ અલગ અલગ છે. મંદિરોના શિલ્પ સ્થાપત્યનો વિષય ઘણું રીસર્ચ, સંશોધન માંગે છે.
આપણા મંદિરમાં સભાઓ ભરાતી, નૃત્યો થતા. આજે પણ દક્ષિણના રાજ્યોમાં ઘણી જ્ઞાતિના લગ્ન પ્રસંગો મંદિરમાં જ ઉજવાય છે જેને “ કલ્યાણ મંડપમ” કહે છે.
કેટલીય વાર મંદિરો રેફ્યુજી કેમ્પ બનતા, બાહ્ય આક્રાન્તાઓ આક્રમણથી રક્ષણ પામવા, કે અન્ય આક્રમક તત્વો સામે રક્ષણ મેળવવા લોકો મંદિરમાં આશરો લેતા -એટલું જ નહીં પણ “”ધર્મનો આશરો લીધો છે”” ,એટલે વિરોધીઓ પણ તેને માફ કરતા . આવી પ્રતિષ્ઠા!! મંદિરો ની હતી.
નવા મંદિરો બંધાવવા, તેનો રખ રખાવ કરવો, જુના મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો એ રાજ ઘરાનાના સંસ્કારો હતા. જેમાં ઉજ્જવળ નામ ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈનું છે જેણે શાસન દરમ્યાન, સોમનાથ, કાશી વિશ્વનાથ સહિત અસંખ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર કરેલો. એટલે કે મંદિરો કોઈ પણ રાજ્યમાં હોય તો પણ કોઈ પણ રાજા, તેનો ઉદ્ધાર કરી શકતો આમ મંદિરો સાર્વજનિક હતા. આજે પણ શહેરોની ગલીઓમાં ઠેર ઠેર આવા સાર્વજનિક મંદિરો હોય છે. તેનું સંચાલન સ્વયંભૂ હોય છે. !! ભાગ્યે જ કોઈ જગ્યાએ મંદિર પરના અધિકાર વિષે, માલિકી હક્ક વિષે વિવાદ છે! ટ્રસ્ટશીપનો નિયમ સનાતન ધર્મે આપણને જન્મ થી શીખવ્યો છે .
મંદિરો, સામાજિક વિકાસ માટે,સ્થળોનો વિકાસ માટે અપૂર્વ ફાળો આપી રહ્યા છે. જેમકે તિરુપતિ બાલાજી મંદિર,( જે તિરુપતિની જગ્યા, સેવન હિલ્સ, વગેરેનો વિકાસ કરે છે વહીવટ ચલાવે છે.) તે જ રીતે તાન્જાવુરનું મંદિર (કહેવાય છે સદી પહેલા, આ મંદિર માં ૫૦૦થી વધુ કર્મચારીઓ હતા.) સોમનાથ મંદિર સાથેની સંસ્કૃત યુનિવર્સિટી તે તાજું જ ઉદાહરણ છે. શરૂઆતથી જ મંદિરો જ્ઞાન ના કેન્દ્રો, વિદ્યા આપતા મઠો,(દા.ત. દ્વારકા) આશ્રમો (બેલુર મઠ ) બન્યા છે .
ચાહે દક્ષિણના મંદિરો લો કે ઉતર પ્રદેશના, ગુજરાતના મંદિરો કે દૂર સુદૂર આસામના , અરે એશિયાના ઘણા દેશોના મંદિરો લો, પણ જ્યાં જ્યાં મંદિરો છે, જેમકે અંગકોરવાટ, કમ્બોડિયામાં, પશુપતિનાથ નેપાળમાં,કે ઇન્ડોનેશિયન મંદિર હો, તે દરેકની કેટલીક રચના ઘણું સામ્ય નજરે પડે છે. આ જ તો ભારતીય સંસ્કૃતિનો વિશ્વ વ્યાપી પ્રભાવ ,પ્રસાર અને પ્રચાર નો જીવતો જાગતો પુરાવો છે. એક કહેવત બની ગઈ છે “જ્યાં જ્યાં હિંદુ વસે, મંદિર ત્યાં ત્યાં રચે”!!
પણ મંદિરમાં શું હોવું જોઈએ ?? થોડી નજર આસપાસના મંદિરો પર નાખીએ તો મદિરના મુખ્ય વિભાગો નીચે પ્રમાણે જણાય છે : –
૧.ખુબ અંદરના ભાગે, ઘુમ્મટદાર જગ્યા નીચે, જે તે સ્થળ ના પ્રખ્યાત દેવ કે દેવીની મૂર્તિ હોય છે તેને ગર્ભગૃહ કહેવાય છે. વૈદિક પ્રણાલિકા અનુસાર, ગર્ભ ગૃહ માં એક જ મૂર્તિ રખાય છે . પરંતુ ગર્ભગૃહ ની દીવાલોમાં કે તેના પ્રવેશ પાસે અન્ય ભગવાનોની મૂર્તિ રાખી શકાય છે. ગર્ભગૃહના બહાર ચોકોદર -રક્ષકની મૂર્તિઓ હોય છે.
૨ ગર્ભગૃહ ઉપર શિખર હોય છે : જેના આકારો સ્થળના હવામાન પ્રમાણે ફરતા રહ્યા છે. (.તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તેનું શિખર “અષ્ટકોણીય “બનાવવાનું નક્કી થયાના અહેવાલો છે.) તેમજ સ્થળ પ્રમાણે પણ જુદા જુદા શિખરો હોય છે જેમકે દક્ષિણના મંદિરો અને ઉતરાંચલ ના મંદિરોના શિખરો અલગ અલગ છે.
આધ્યાત્મિક રીતે , ઉપર અવકાશ માં ઈશ્વર તરફ જવાનો આ રસ્તો છે, તેવું દર્શાવવા ઊંચું ઉપર જતું શિખર શંકુ આકારે હોય છે. આ શિખર ઉપર “કળશ” આકારનું ચણતર કરાય છે. તેના પર ધ્વજા હોય છે. શિખર ની દીવાલો પર ખુબ સુંદર દેવી દેવતાના શિલ્પો, પશુઓ માં હાથીઓ કે ઘોડાઓ, ચક્ર, સૂર્ય વગેરે કંડારેલ હોય છે.
૩ . ગર્ભગૃહની આગળ વિશાલ હોલ હોય છે જેને “મંડપ” કહેવાય છે. જ્યાં દર્શનાર્થી ઉભા રહી પૂજા અર્ચના કરે છે. -આ ગર્ભગૃહ વાળા કોમ્પ્લેક્ષ બહાર ફરતી પ્રદક્ષિણા કરવાની જગ્યા હોય છે. આ મંડપની બહાર ઓસરી જેવી જગ્યા હોય છે જેને અર્ધમંડપ કહેવાય છે.
૪. બહારના ભાગે કલાત્મક કોતરણીવાળી કમાન હોય છે.
૫. હિંદુ મંદિરો પવિત્ર સ્થળો પર બનાવવાની વૈદિક પરમ્પરા હતી. જેમાં પ્રવેશ કરવા પણ પવિત્ર થઈને અંદર જવાના નિયમો હતા . જેમકે મંદિરો શહેર, ગામ થી થોડે દૂર નદી કાંઠે, કે પર્વત/ટેકરી પર બનાવાયા છે. આગળના ભાગમાં શરીર, હાથ પગ સાફ કરવા તળાવ જેવો કુંડ હોય છે. (દક્ષિણના ઘણા મંદિરોમાં કપડા સુદ્ધાં બદલાવવાના કે માત્ર ધોતીમાં જ દર્શન કરવાના નિયમો છે.)
૬. ટેકરી પર પણ સમતલ જગ્યા થી ઉપર પગથીયા ચડી મંદિરો બનાવાય છે કે ક્યાંક પગથીયા ઉતરી નીચે મંદિર બનાવાયેલ હોય છે. ટૂંકમાં “અલાયદી જગ્યા “ પર મંદિર હોય છે. વિશ્નુંધર્મતરના મતે , નદી કિનારે મંદિર બનાવવું, કે તળાવ નજીક મંદિર બનાવવું, ક્યારેક પર્વતોની વચે, પાણી નજીક, ગુફામાં મંદિર બનાવવું ( દા.ત.વૈષ્ણો દેવી, ) પર્વતની ટોચે (દા.તા ચામુંડા -ચોટીલા, પાવાગઢ -અંબાજી )મંદિર બનાવવું, વગેરે સૂચિત કરેલું છે. વાવ(પગથીયા વાળા કુવામાં પણ મંદિર બનેલા જોવા મળ્યા છે. વિદેશમાં, અક્ષરધામ (ન્યુ જર્સી અમેરીકા ) તથા અંગકોરવાટના મંદિરો માત્ર ભક્તિ કે ધર્મ ના કેન્દ્ર જ નહીં પણ “ જગ પ્રસિદ્ધ જોવાલાયક સ્થળો “ તરીકે નામના મેળવી ચુક્યા. છે
આમ મંદિરએ સમાજને સંસ્કૃતિ સાથે જોડતું , સનાતન ધર્મના મર્મને લોહી બની સમાજ શરીરમાં ફરતું રહે તેવું હૃદય છે. ને એટલે જ વિધર્મી ને આ જે પણ મંદિરો આંખનાં કણાની જેમ ખુંચે છે. આપણે શું કરવું તે આપણે નક્કી કરવાનું છે. મંદિરો સલામત રહેશે તો સનાતન ધર્મ, અરે, ખુદ આપણે સલામત, સંગઠિત રહી શકીશું.