ખાદ્યતેલના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ ભાવ
Edible Oil Prices: શિયાળો આવતાની સાથે સરસવ, મગફળી અને સોયાબીન સહિતના તમામ તેલના ભાવમાં વધારો થયો છે. શિયાળાની સાથે વિદેશમાં પણ તેલની માંગમાં વધારો થયો છે. જેના કારણે તેલ-તેલીબિયાં, ક્રૂડ પામ ઓઈલ, પામોલિન ઓઈલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે.
બજારમાં સરસવની આવક ઘટી
એક બાજૂ ખેડૂતોને પાકનો પુરતો ભાવ મળી રહ્યો નથી. બીજી બાજૂ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બજારમાં સરસવની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આ આવક ઘટીને .5 લાખ થેલી થઈ ગઈ છે. એક માહિતી પ્રમાણે ખેડૂતો નીચા ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે તો બીજી બાજૂ હવે શિયાળો આવતાની સાથે મગફળી માંગ વધી રહી છે. આયાતી ખાદ્યતેલોના ભાવમાં પણ હવે વધારો થયો છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ફરી વધારો, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
તેલીબિયાંનું ઉત્પાદન વધારવું
સૂત્રો પ્રમાણે એમએસપીથી સારા ભાવ મળવા છતાં હરિયાણા અને પંજાબના ખેડૂતો કપાસની ઓછી આવક લાવી રહ્યા છે. જેના કારણે પણ કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે.દેશમાં ખાદ્યતેલ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવું એ એક જ રસ્તો હાલ જોવા મળી રહ્યો છે.