અમદાવાદ, પાલનપુર, મહેસાણા સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
Earthquake in Gujarat: ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. માહિતી અનુસાર, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં પણ અનુભવાયો ભૂકંપનો આંચકો
4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો#BreakingNews #Gujarat #gandhinagar #Raysan #earthquakes #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/gfEO3jtld2— NewsCapital Gujarat (@NewsCapitalGJ) November 15, 2024
ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ ગુજરાત અને રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
અમદાવાદના નવા વાડજમાં ભૂકંપનો આંચકો
ભૂકંપને લીધે લોકો ઘરમાંથી દોડી આવ્યા બહાર#BreakingNews #Gujarat #Ahmedabad #Vadaj #earthquakes #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/IzLjfCdmQw— NewsCapital Gujarat (@NewsCapitalGJ) November 15, 2024
અચાનક આવેલા ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી. મહેસાણાના ખેરાલુમાં પણ ભૂંકપનો આંચકો અનુભવાયો છે. આ સાથે પાલનપુર આસપાસ આવેલા માલણ, દેલવાડા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
કચ્છના રાપરમાં પણ અનુભવાયો ભૂકંપનો આંચકો
ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ#BreakingNews #Gujarat #Kutch #Rapar #earthquakes #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/NBMNqUqtbf— NewsCapital Gujarat (@NewsCapitalGJ) November 15, 2024
કચ્છના રાપરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અનેે ઘરની બહાર નીકળી ગયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા
ભૂકંપના આંચકાથી લોકોમાં ફેલાયો ગભરાટ#BreakingNews #Gujarat #Mehsana #Sabarkantha #Patan #earthquakes #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/9OrQRExFHd— NewsCapital Gujarat (@NewsCapitalGJ) November 15, 2024
ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. જોકે, હજુ સુધી જાનમાલને નુકસાન થયાના કોઈ સમાચાર સામે આવ્યાં નથી, પરંતુ ભૂકંપનાં આચકાથી લોકોમાં ગભરાહટ ફેલાયો જોવા મળ્યો હતો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલનપુર, કાણોદર, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી હતી.