December 3, 2024

વિકસિત ભારત, વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું

વિરમગામ: વિરમગામ ખાતે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત અનેક યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ સહિત અન્ય આવાસ યોજનાઓ અતંર્ગત ₹1,528 કરોડના ખર્ચે 1,07,270 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

મળતી માહિતી અનુસાર નરેન્દ્રભાઈ મોદીના શુભહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વિકસિત ભારત, વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત આવાસ યોજના-ગ્રામીણ સહિત અન્ય આવાસ યોજનાઓ અતંર્ગત ₹1,528 કરોડના ખર્ચે 1,07,270 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિરમગામ વિધાનસભાના અનેક લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. #ViksitBharatViksitGujarat