December 22, 2024

Dwarka: કુરંગા પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

દ્વારકા: રાજ્યમાંથી અવારનવાર દારૂની હેરાફેરી કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે દ્વારકાના કુરંગા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે. LCB પોલીસે ટ્રકમાંથી 53.08 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર દ્વારકાના કુરંગા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસ દ્વારા ડ્રાઇવરની અટકાયત કરાઇ હતી. LCB પોલીસે ટ્રકમાંથી 53.08 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેને લઇને પોલીસે રાજસ્થાનથી માલ મોકલનાર ગોપાલ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ અંગે મળતી માહિતી અનુસાર પોલીસે GJ-3-T-5376 નંબરના ટ્રકમાંથી દારૂ પકડી પાડ્યો હતો.

નોંધનીય છે કે આ ટ્રકમાંથી 13 હજારથી પણ વધુ દારૂની બોટલો મળી આવી હતી. જોકે આ મામલે પોલીસે વધુ તપાસ ધરી છે.