January 18, 2025

નારોલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ

મિહીર સોની, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક ડ્રગ્સ પેડલર ઝડપાયો છે. નારોલ પોલીસે ડ્રગ્સનાં જથ્થા સાથે એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરને ડ્રગ્સનો જથ્થો આપવા મધ્ય પ્રદેશના ડ્રગ્સ માફિયા અમદાવાદ આવતા. કોણ છે આ ડ્રગ્સ પેડલર અને ક્યાં ડ્રગ્સનું કરતો હતો વેચાણ જોઈએ આ અહેવાલમાં.

પોલીસને આશંકા
નારોલ પોલીસ ગીરફતમાં જોવા મળતા આરોપી મોહસીન ઉર્ફે કાલિયા શેખ છે. જે અમદાવાદના નારોલમાં 57 ગ્રામ 650 મિલીગ્રામ MD ડ્રગ્સ નો જથ્થો કિંમત 5.70 લાખ,રોકડ 50 હજાર , બે મોબાઈલ ફોન મળી 6.70 લાખ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આરોપી મોહસીન ઉર્ફે કાલિયા શેખ ડ્રગ્સનો જથ્થો લઇ ને છૂટક પડીકીઓ બનાવી ને વેચે છે. નારોલ પોલીસએ બાતમીના આધારે રેડ કરીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધો હતો. મધ્યપ્રદેશનો ડ્રગ્સ માફિયા ઈમરાન જાવરા ડ્રગ્સનો જથ્થો લઇ અમદાવાદ આપવા આવતો હતો. આરોપી મોહસીન શેખએ અત્યાર સુધી 3 વખત ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ આરોપી ઈમરાન સાથે લીધો હોવાની કબૂલાત કરી છે. જોકે મધ્યપ્રદેશથી આરોપી ઇમરાન મોટી માત્રામાં ડ્રગ્સ લાવીને અમદાવાદના ડ્રગ્સ પેડલરો આપતો હોવાની પોલીસને આશંકા છે.

આ પણ વાંચો: મોઢેરા સૂર્યમંદિરમાં યોજાશે ઉત્તરાર્ધ મહોત્સવ, 9 પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની થશે પ્રસ્તુતિ

ડ્રગ્સ જથ્થો સપ્લાય કરતો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ પેડલર મોહસીન શેખએ ડ્રગ્સ નો નશો કરે છે. પોતાને નશો કરવા અને પોતાના ખર્ચા કાઢવા ડ્રગ્સ વેચવાના રવાડે ચડ્યો છે. છેલ્લા 3 મહિનામાં 3 વખત ડ્રગ્સનો જથ્થો મગાવી ચૂક્યો છે. જે બાદ નારોલના આજુબાજુના વિસ્તારમાં છૂટક ડ્રગ્સનું વેચાણ કરે છે. ત્યારે પોલીસથી બચવા માટે આરોપી મોહસીન બાઈકનો ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો. હાલ નારોલ પોલીસે મોહસીન પૂછપરછ શરૂ કરી છે કે કોને કોને ડ્રગ્સ આપતો હતો.પકડાયેલ ડ્રગ્સ પેડલર મોહસીન વિરુદ્ધ વટવા ,નારોલ માં પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાયા છે. પોલીસે મધ્ય પ્રદેશનો ડ્રગ્સ માફિયા ઇમરાનની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપી ઈમરાન પકડાયા બાદ સામે આવશે કે અત્યાર સુધી અમદાવાદ માં કેટલા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ જથ્થો સપ્લાય કરતો હતો.